know Kal BHAIRAV UTPATTI KATHA, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • જાણો કેવી રીતે થઈ કાલભૈરવની ઉત્પત્તિ, Video

જાણો કેવી રીતે થઈ કાલભૈરવની ઉત્પત્તિ, Video

 | 8:35 am IST

તમામ દેવોમાં કાલભૈરવ દેવનો અપાર મહિમા છે..આજે કાલભૈરવ જયંતિનું પર્વ છે ત્યારે ભક્તોને ભયમુક્તિ કરતા આ દેવતાની ઉત્પત્તી કેવી રીતે થઈ તથા શા માટે ભૈરવદાદાને મહાદેવનો અંશ કહેવામાં આવે છે, તેનું રહસ્ય ઉજાગર કરતી આ રોચક કથા જાણીએ.

મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ર્જા મેળવવા માટે ભૈરવ જીવદશા દરમિયાન કરેલાં કર્મની ગતિ અનુસાર ‘સમય’ ઓળખવવાનું અતિ કિઠન કાર્ય ‘કાલ ભૈરવ’ કરે છે. શકિત ઉપાસનાથી લઇને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની કૃપા અતિ જરૂરી બને છે.

ભૈરવની ઉત્પત્તિ દેવીપુરાણ-મહાકાલસંહિતા, રુદ્રવામલ, શાકતપ્રમોદ વગેરે ગ્રંથોમાં દર્શાવી છે. બ્રહ્માના પાંચમા મુખનું ગર્વથી ખંડન થતાં કાશીમાં જઇને પ્રસ્થાપિત થયેલા કાલ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સમગ્ર ભારતવર્ષમાં જેટલાં શકિતના સ્થાનો છે ત્યાં કાળ ભૈરવ યા બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ વગેરેની મૂર્તિ સ્થપાયેલી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન