Know President Donald Trump's trip to Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ, જાણો સમગ્ર કાર્યક્રમ

 | 9:51 am IST

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવે છે, થોડા જ કલાકો માટે. પણ થોકબંધ સનદી અધિકારીઓ, અડધો અડધ પોલીસ તંત્ર, અમદાવાદ શહેરનું આખું તંત્ર આ થોડા કલાકોના ખેલ દરમિયાન અમદાવાદ શહેર સુંદરતમ દેખાય, સલામત દેખાય તે માટે ઘેલું થયું છે. ગણતરીના કલાકોની ઈવેન્ટ માટે 130થી વધુ કરોડનો ખર્ચ થશે. જે ધમધમાટ એરપોર્ટથી મોટેરા વચ્ચે છે તે જોતા સરકાર-એએમસી ધારે તો ટૂંક સમયમાં જ કોઈ વિસ્તારની કાયાપલટ કરી શકે છે. તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

ડોનાલ્ટ ટ્રમ્પ એરપોર્ટથી સીધા જ સાબરમતી આશ્રમે જવાના છે. બાદમાં મોટેરા સ્ટેડિયમના ઉદ્દઘાટન પ્રસંગમાં સચિન તેડુંલકર, રવિ શાસ્ત્રી, કપિલ દવે સહિત ભારતના તમામ ક્રિકેટરોને આમંત્રણો મોકલાયા છે. ક્રિકેટરો ઉપરાંત ઓલમ્પિક, એશિયાડ જેવી રમતોમાં વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરનારા મેરીકોમ સહિતના અનેક સ્પોર્ટ્સ પર્સનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. અમદાવાદની ધરતી ઉપર ટ્રમ્પ જેવા પગ મુકે કે તુરંત જ તેમની નજર સામે આખુય ભાતીગળ ગુજરાત દેખાય તેવી થિમને આકાર આપવામાં આવશે. બનાસકાંઠાના પરંપરાગત જાનવીયા ઢોલના તાલે સૌરાષ્ટ્રના શંખનાદની સાથે તુરી બારોટના રાવણહથ્થા જેવા દેશી વાદ્યોના સુરોની વચ્ચે પ્રાચિન ગરબા, બેડા ગરબા, ફુલ ગરબા, મણિયારો રાસ, હુડો જેવા અનેકવિધ ગુજરાતના લોકાનૃત્યોનું આયોજન કરવામાં આવ્યુ છે. તેના દ્વારા ડ્રોનાલ્ટ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, 24 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં 215 મિનિટ રોકાશે અને પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કરશે. સવારે 11.55થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રમ્પ અમદાવાદમાં રોકાશે. આ દરમિયાન સાબરમતી આશ્રમમાં ટ્રેમ્પ 25 મિનિટ રોકાશે. મોટેરા સ્ટેડિયમમાં 1 કલાક 15 મિનિટ રોકાશે, મોટેરામાં ઈનોગ્રેશન બાદ ટ્રેમ્પ જન સંબોધન કરશે. મોટેરાથી ટ્રમ્પ અને મોદી એરપોર્ટ રવાના થશે.

આ વીડિયો પણ જુઓ : LRDમાં અનામત આંદોલનનો આજે 68મો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન