know Sanjay Dutt's real life frined Paresh Ghelani as Kamali
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય દત્તનો આ પાક્કો મિત્ર કમલી જન્મે અને કર્મે છે ગુજરાતી

સંજય દત્તનો આ પાક્કો મિત્ર કમલી જન્મે અને કર્મે છે ગુજરાતી

 | 11:57 am IST

આખરે સંજુ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર દસ્તક આપી દીધી છે. આ ફિલ્મ વર્ષ 2018માં સૌથી મોટી ઓપનર બની ગઈ છે. આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીમાં અનેક મહત્ત્વના પડાવ બતાવવામાં આવ્યા છે, જેને વિશે તેના ફેન્સ બહુ જ ઓછું જાણતા હતા. આ ફિલ્મમાં સંજય દત્તના મિત્ર તરીકે કમલી નામના પાત્રનો ઉલ્લેખ કરાયો છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ આ મિત્ર સંજય દત્તની રિયલ લાઈફ સાથે જોડાયેલ છે. તેમનું નામ પરેશ ઘેલાની છે. જે અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી બિઝનેસમેન છે.

કોણ છે પરેશ ઘેલાની
આ ફિલ્મમાં સંજય દત્તની બહુ જ નજીક તેનો એક મિત્ર કમલી બતાવવામાં આવ્યો છે. તેના આ મિત્રનું રિયલ નામ પરેશ ઘેલાની છે. ફિલ્મમાં પરેશનો રોલ વિક્કી કૌશલ નામના એક્ટરે ભજવ્યો છે. પરેશ ઘેલાની તેના રિયલ લાઈફમાં મિત્રો વચ્ચે તે કમલી (કમલેશ કનૈયાલાલ કપાસી) તરીકે પ્રખ્યાત છે.

શિકાગોના ફેમસ બિઝનેસમેન છે પરેશ
પરેશ ઘેલાની અને તેનો પરિવાર વર્ષો પહેલા અમેરિકા સ્થાયી થયો હતો, અને હાલ તેઓ શિકાગોમાં રહે છે. પરેશ ઘેલાનીની ઓળખ આંત્રપ્રિન્યોર, મિલીયોનર તરીકેની છે. આ ઉપરાંત લોકો તેને ‘મેન વિથ વિઝન’ પણ કહે છે. જે મૂન એક્સપ્રેસ, Xprize, વાયાકોમ ઈન્સ, DTV મોટર્સ કોર્પોરેશન, ફેરેટ ટ્રીટમેન્ટ ટેકનોલોજિસ, કેસપોઈન્ટ, રેડિયમ થેરાપ્યુટીક્સ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. પરેશ ઉર્ફે પર્યા અને સંજય દત્તની મિત્રતા તો ટીનએજમાં જ બની ગઈ હતી. બંને સૌથી પહેલા ન્યૂયોર્કમાં મળ્યા હતા, જ્યારે તેઓ માંડ યુવાનીમાં પગ ભરી રહ્યા હતા. સંગીત અને હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જેવા કોમન શોખને કારણે બંનેની મિત્રતા સારી એવી પાંગરી. જિંદગીના દરેક પગલે પરેશ ઘેલાની સંજય દત્ત માટે એક મજબૂત દિવાલની જેમ ઉભા રહ્યા. રાજકુમાર હિરાની બંનેનો આ બોન્ડ ફિલ્મમાં રજૂ કરવામાં સફળ રહ્યાં તેવું કહી શકાય.

સંજય દત્તની જિંદગીમાં જે પણ સારા-નરસા દિવસો આવ્યા, જે પણ સંઘર્ષ આવ્યો, તે દરેકમાં સંજય દત્તની સાથે પરેશ ઘેલાની રહ્યા હતા. સંઘર્ષ ગમે તેવો હોય, પણ પરેશ હંમેશા સંજુની પડખેને પડખે રહ્યાં. તેમની મિત્રતા દરેક પડાવમાંથી પાર થઈ ચૂકી, જેને કારણે તે વધુ મજબૂત થતી ગઈ. તેમણે જિંદગીમાં તોફાન પણ જોયા છે, અને ગમે તેવા મોટા તોફાનોના સામનો કર્યો છે. ફિલ્મ સંજુથી તેમની ફ્રેન્ડશીપ આખી દુનિયા સામે આવી છે. જે નવી જનરેશન માટે મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.

જેમ કે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, પરેશ હંમશા સંજય દત્તના કપરા સમયમાં તેમની સાથે રહ્યાં છે. પરેશ અમેરિકામાં રહીને પણ હંમેશા સંજય દત્તને સપોર્ટ કરે છે. જોકે, માત્ર સંજય દત્તના નજીકના લોકો જ પરેશ વિશે જાણે છે, કેમ કે તેઓ શર્મીલા સ્વભાવના છે, અને લોકોની નજરમાં આવવા નથી માંગતા. પરેશનું કહેવું છે કે, સંજય દત્ત તેમના મોટા ભાઈની જેમ છે.