know scared games 3 controversial's dialogues
  • Home
  • Entertainment
  • આ 3 રાજકીય ડાયલોગ્સને કારણે વિવાદોમાં ફસાઈ વેબસીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’

આ 3 રાજકીય ડાયલોગ્સને કારણે વિવાદોમાં ફસાઈ વેબસીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’

 | 3:59 pm IST

નેટફ્લિક્સ દ્વારા સૈફ અલી ખાન અને નવાજુદ્દીન અભિનિત વેબસીરિઝ સેક્રેડ ગેમ્સનો વિવાદ રાજકીય રીતે વકરી રહ્યો છે. ફિલ્માં કેટલાક સીન અને ડાયલોગ્સ પર વાંધો ઉઠાવાયો છે. ત્યારે કોલકાત્તા બાદ હવે મુંબઈમાં પણ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે, 2006માં વિક્રમ ચંદ્રાની આ જ નામથી આવેલ ઈંગ્લિશ નોવેલ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. પૂર્વ પીએમ રાજીવ ગાંધીની વિરુદ્ધ અપમાનજનક શબ્દોના ઉપયોગનો મામલે તૂત પકડી રહ્યો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓની આપત્તિ સામે આવી રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓ આ વેબસીરિઝને કારણે ગુસ્સે થયા છે.

આ છે ત્રણ વિવાદાસ્પદ ડાયલોગ્સ
1. 1977માં દેશમાં ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી ચાલુ હતી. સરકાર લોકોના ‘***’ કાપીને લઈ જઈ રહી હતી. મુંબઈ સૌથી તેજીથી ભાગી રહ્યું હતું. અહીં બધા માટે કામ હતું. અપુન કો બ્રાહ્મણ હોને કા ફાયદા મિલા.

2. માં મરી તો બેટા પીએમ બન ગયા. પીએમ બન કે બોફોર્સ કા ઘોટાલા કિયા… અપુન સોચા જબ દેશકે પીએમ કા કોઈ ઈમાન નહિ તો અપુન સીધા રસ્તે ચલકર ક્યાં કરેગા.

3. 1986માં શાહબાનોને તેના પતિએ ત્રિપલ તલાક આપ્યા. તે કોર્ટમાં કેસ લડી અને જીતી. પરંતુ તે વડાપ્રધાન રાજીવ ગાંધી, તે ફટ્ટ બોલ્યો ચપ બેસ ઓરત. કોર્ટનો નિર્ણય ઉલટ કરી દીધો અને શાહબાનોને મુલ્લાઓની સામે ફેંકી દીધો. તેના પર તેને હિન્દુઓ પાસેથી બહુ જ ગાળો પડી અને તેને ખુશ કરવા માટે ટીવી પર રામાયણ શરૂ કર્યું. દર સન્ડે સવારે આખો દેશ બેસીને ટીવી જોતો હતો.

સેક્રેડ ગેમ્સમાં બહુચર્ચિત ન્યૂડ સીન વિશે એક્ટ્રેસ કર્યો ચોંકાવનારો ખુલાસો

વિવાદ પર અનુરાગ કશ્યપનું રિએક્શન
સેક્રેડ ગેમ્સના ડાયલોક્સ પર ઉઠેલા વિવાદ બાદ અનુરાગ કશ્યપે કહ્યું કે, આ વેબ સીરિઝ કોઈ રાજનેતાને ટાર્ગેટ કરીને બનાવવામાં નથી આવી. તે માત્ર અમારો નજરીયો છે, અને તે એ દિવસોમાં થયેલા ઘટનાક્રમને રજૂ કરે છે, પછી તે પોલિટિકલ હોય કે ધાર્મિક. જો કોઈને તેનાથી વાંધો હોય તો તે તેમની તકલીફ છે.