જાણી લો રાજનીતિનું કેન્દ્ર રહેલા ગોરખનાથ મઠની કેટલીક વાતો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • જાણી લો રાજનીતિનું કેન્દ્ર રહેલા ગોરખનાથ મઠની કેટલીક વાતો

જાણી લો રાજનીતિનું કેન્દ્ર રહેલા ગોરખનાથ મઠની કેટલીક વાતો

 | 5:07 pm IST

ઉત્તરપ્રદેશના નવા વરાયેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર જિલ્લામાં આવેલા વિખ્યાત ગોરખનાથ મઠના મહંત છે. આ મઠનો સંબંધ 11મી સદીમાં નાથ સંપ્રદાયના વિખ્યાત ગુરુ ગોરખનાથ સાથે જોડવામાં આવે છે. નાથ સંપ્રદાય હિંદૂ ધર્મની શૈવ પરંપરાનો હિસ્સો છે. નાથ સંપ્રદાય હિંદૂ ધર્મની શૈવ પરંપરાનો હિસ્સો છે. નાથ સંપ્રદાયના લોકો પોતાનો સંબંધ દત્તાત્રેય સાથે જોડે છે. માન્યતા છે કે દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર હતા.

11મી સદીમાં ગુરુ ગોરક્ષનાથે વસાવ્યું સ્થળ શક્તિપીઠ
માનવામાં આવે છે કે દત્તાત્રેય અને તેના અનુયાયીઓએ આધુનિક ગુજરાત સ્થિત ગુરનારના જંગલોમાં નિવાસ કર્યો હતો. દત્તાત્રેયના શિષ્યોમાંથી એક હતા મત્સ્યેન્દ્રનાથ. આ મત્સ્યેન્દ્રનાથ સંત ગોરક્ષનાથના ગુરુ હતા. ગોરક્ષનાથનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે 11મી સદીના સમયમાં ઉપનિષદોની શિક્ષાને સરળ ભાષામાં લોકોની સામે રાખી. તેમણે શિવ સ્તૃતિથી જોડાયેલા શાબર મંત્ર પણ આમ લોકોને આપ્યા. ઈશ્વરની ભક્તિના મામલે તેમણે જાતિ કે ફરી સાંપ્રદાયિક ઓળખના આધાર પર કોઈની સાથે કોઈ ભેદભાવ ન કર્યો. પૌરાણિક શબ્દોમાં કહીએ તો ગોરક્ષનાથના અનુયાયી ભગવાન શિવની જાન જેવા હતા જેમાં દરેક જીવતી ચીજ શામેલ હતી.

ગોરખનાથ મઠમાં જાતિ-ધર્મના આધાર પર ભેદભાવની પરંપરા નથી
ગોરક્ષનાથનો અર્થ થાય છે ગાયની રક્ષા કરનારા. સમયની સાથે આ શક્તિપીઠ એક સમતાવાદી જગ્યાના રૂપમાં વિકસિત થતી ગઈ. અહિં આજે પણ મકરસંક્રાતિના અવસર પર તમામ જાતિ, ધર્મ અને માન્યતાઓના લોકોની વચ્ચે ખિચડીનું વિતરણ કરવામાં આવે છે. આ મઠની સદીયો જૂની પરંપરાનો અભિન્ન હિસ્સો છે. વર્તમાન સમયમાં ગોરખનાથ મઠની ઓળખ એક ધાર્મિક અને રાજનૈતિક સંસ્થાની છે. આ મઠ બે મંદિરોનું સંચાલન કરે છે. એક મંદિર નેપાળમાં છે અને બીજું મંદિર ગોરખપુરમાં છે. કહેવાય છે કે આ ગોરખનાથ મઠમાં જ ગુરુ ગોરક્ષનાથની સમાધિ પણ છે.

ગેર બ્રાહ્મણ જાતિના પણ બને છે પુજારી, યોગી આદિત્યનાથ ખુદ ઠાકુર જાતિના
મઠની પરંપરા અનુસાર અને ગુરુ ગોરક્ષનાથના આદર્શો અનુસાર આ શક્તિપીઠ હિંદૂ ધર્મના બાકી તમામ હિસ્સાની જેમ જાતિય નિયમોમાં નથી માનતી. અનેક ગેર બ્રાહ્મણ પણ આ મઠમાં પુજારી રહી ચૂક્યા છે. વર્તમાન મહંત યોગી આદિત્યનાથ પણ બ્રાહ્મણ જાતિના નથી પણ ઠાકુર છે. આ મઠ પાછલા કેટલાંક દશકાઓથી રાજનીતિનો ગઢ રહ્યો છે.

રામ જન્મભૂમિ આંદોલનમાં મઠના તત્કાલીન મહંત દિગ્વિજયનાથની  મોટી ભૂમિકા
મહંત દિગ્વિજયનાથ સાલ 1921માં કોંગ્રેસના સભ્ય બન્યા. અસહયોગ આંદોલનના સમયમાં થયેલા ચોરી કાંડમાં સક્રિય ભાગીદારી માટે તેમની ધરપકડ કરવામાં આવી. બ્રિટિશ પોલીસકર્મીઓની સાથે થયેલી ઝડપ પછી લોકોએ પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી. મહંત દિગ્વિજય પર આ ભીડમાં શામેલ થવાનો આરોપ લાગ્યો હતો. આઝાદી પછી દિગ્વિજયનાથને મહાત્મા ગાંધીની હત્યા પહેલા તેમની વિરુદ્ધભડકાઉ નિવેદન અને ભાષણ આપવાના આરોપમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. 1949માં રામ જન્મભૂમિ આંદોલનમાં પણ તેમની મોટી ભૂમિકા હતી. મહંત દિગ્વિજયે 1967માં હિંદૂ મહાસભાની ટિકિટ પર ચૂંટણી લડી હતી.