NIFTY 9,984.80 -32.15  |  SENSEX 31,833.99 +-90.42  |  USD 65.1400 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આવી રહી છે મહારાત્રિ, તંત્ર મંત્ર વિશે જાણો ક્યારેય ન જાણી હોય તેવી ખાસ વાતો

આવી રહી છે મહારાત્રિ, તંત્ર મંત્ર વિશે જાણો ક્યારેય ન જાણી હોય તેવી ખાસ વાતો

 | 5:34 pm IST

આપણે જ્યાં દિવાળી પર્વને મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. મોટેભાગે હિંદૂ ધર્મમાં અનેક તહેવારો એવા છે જેમાં રાતની પૂજાનું વિશેષ મહત્વ છે. પરમ અંધકારમાં ઉજાસ રેલાવવાનું મહાપર્વ એટલે દિવાળી. દિવાળીના પાંચેય દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. ધનતેરસ એક મહા તહેવાર છે. ઘરમાં ધનના અખૂટ ભંડાર ભર્યા રહે તે માટે દેવી ધનવંતરીની પૂજા થાય છે. તો કાલરાત્રિ- મહારાત્રિ તરીકે કાળી ચૌદશ, મંત્ર-તંત્ર- સ્મશાન સાધના જેવા વિશેષ પ્રયોગો થકી એ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરવાનું પર્વ ગણાય છે. અમાસની રાત તરીકે દિવાળીની રાત્રિ પણ કેટલીક સાધનાઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. નવવર્ષની વહેલી પરોઢ પણ એટલુંજ મહત્વ ધરાવે છે. જ્યારે બીજ પણ પોતાનામાં એક ખાસ દિવસ છે. હિંદૂ ઉપરાંત મુસ્લિમ ધર્મમાં પણ બીજના ચાંદનું વિશેષ મહત્વ રહેલું છે.

આ દિવસોમાં તંત્ર-મંત્રની નકારાત્મક શક્તિઓથી બચો
તંત્રશાસ્ત્રમાં અનેક વિધાન છે જેમ કે ટૂચકો, નજર, જાદુ-ટોણા, ઉતાર, સાધના, સિદ્ધિ. જાદુ-ટોણાનો ઉપયોગ શત્રુના અનિષ્ટ માટે કરવામાં આવે છે. જ્યારે ટૂચકા સ્વાર્થપૂર્તિ માટે કરવામાં આવે છે. તંત્રશાસ્ત્ર એક અગાધ અને અતિશય ગૂઢ શાસ્ત્ર છે. તંત્રશાસ્ત્ર દ્વારા અનેક  કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવે છે. અન્ય તહેવારોની સરખામણીમાં દિવાળીના તહેવારોમાં તંત્રશાસ્ત્રનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. તંત્રશાસ્ત્ર અનુસાર દિવાળી પર કરવામાં આવેલા ટૂચકાઓ અત્યંત પ્રભાવશાળી હોય છે. તેની સકારાત્મક શક્તિ વ્યક્તિને અનેક વસ્તુઓથી પરિપૂર્ણ કરે છે. તો તેની નકારાત્મક શક્તિ એક તંદુરસ્ત ઉભા છોડને પણ રાતોરાત સૂકવી નાંખે છે. તેવીજ રીતે એક અચ્છો ખાસો વ્યક્તિ પણ તેના પ્રભાવની અસરથી મુક્ત રહી શકતો નથી. આ એક એવું જ્ઞાન છે. જે સુલભ નથી. તેથી સમાજમાં નકલી લોકોની ભરમાળ જોવા મળે છે. તેઓ ભૂવા ભામા બનીને લોકોને છેતરતા હોય છે. પણ ભારતમાં અનેક અધોરીઓ છે જે તંત્રશાસ્ત્રની અનેક સિદ્ધિઓ ધરાવતા હોય છે. આથી જ જનસામાન્યમાં તંત્રશાસ્ત્ર વિશે અડગ વિશ્વાસ જોવા મળે છે.

શાસ્ત્રોમાં સાંકેતિક ભાષામાં તંત્ર-મંત્ર વિશે કહેવામાં આવ્યું છે. તંત્રશાસ્ત્રમાં બે વાતો મહત્વની છે. 1. સાધના અને 2. ફળ.

કોઈ ચોક્કસ ફળની પ્રાપ્તિ માટે ચોક્કસ તાંત્રિક સાધનાનો ઉપયોગ કરવામાં આવે છે.
જો તમે કોઈ વ્યક્તિને તમારા ભૂતકાળ વિશેની રજેરજ સંપૂર્ણ રીતે સાચી બતાવતા જુઓ, તો તમારે સમજી લેવું કે તેણે કર્ણપિશાચિની વિદ્યામાં મહારત હાંસલ કરેલી છે. જોકે આ વિદ્યા માત્રને માત્ર ભૂતકાળ વિશે જ બતાવી શકે છે. ભવિષ્ય વિશે નહિં. તંત્ર-મંત્રની કોઈ શક્તિ તમને ભવિષ્ય વિશે બતાવવા શક્તિમાન નથી. ભવિષ્ય વિશે કોઈ સારો જ્યોતિષી કે તે સિવાય તમને સાચો આત્મદર્શન કરેલો દાર્શનિક યોગી જ બતાવી શકે. ભૂતકાળ બતાવવો અને ભવિષ્ય બતાવવું એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે.

આજે વાત માત્ર તંત્રશાસ્ત્ર વિશે જ કરીએ છીએ. તંત્રશાસ્ત્ર એક ગુપ્ત શાસ્ત્ર છે. તે ગુપ્ત અને રહસ્યમયી એટલે છે કે તેનો કોઈ અનાધિકારી ઉપયોગ ન કરી શકે. સાધના અને તેની વિધિ-વિધાનને ગુપ્ત રાખવાના અનેક આધ્યાત્મિક કારણ છે.

સંસારની રચના સાથે અનેક એવી બાબતો છે જેનો આવિષ્કાર થયેલો છે. જેમ જેમ વ્યક્તિએ ઉન્નતિ માટે, પોતાના સ્વાર્થ, પુરુષાર્થ, પરોપકાર માટે કઈંને કઈં શોધતો રહ્યો, તેમ તેમ તેની આ જિજ્ઞાસાએ ગૂઢ વિજ્ઞાનના અનેક રહસ્યોને ઉજાગર કર્યા છે. એવા અનેક સિદ્ધિપ્રદ મુહુર્ત હોય છે જે કાર્યને સો ટકા સફળ અને સિદ્ધ બનાવે છે. એવા અનેક મુહુર્ત હોય છે જેમાં કરવામાં આવેલો તંત્રશાસ્ત્રનો ઉપયોગ નિશ્રિત ફળ આપે છે. જોકે તંત્રશાસ્ત્રનો ઉપયોગ કરતાં પહેલા એક ચેતવણી છે તે ખાસ ધ્યાનમાં રાખજો. તંત્રમંત્ર એ વસ્તુ પ્રાપ્ય કરે છે જે તમને ટૂંકા ભવિષ્યમાં મળવી અસંભવ હોય છે. તેથી જો તમે તંત્રમંત્રના ઉપયોગ થકી તે વસ્તુને પ્રાપ્ત કરી લો છો તો તે પછી તમને બીજીવાર નહિં મળે.  તે તમારું વર્તમાન તો ઉજાગર કરે છે પણ ભવિષ્ય અંધકારમય કરી દે છે. માટે તેનો ઉપયોગ સમજી વિચારીને જ કરવો.

જે લોકો તંત્રશાસ્ત્રમાં રસ ધરાવે છે તે તથા જે લોકો આ ક્ષેત્રના પ્રકાંડ વિદ્વાન અને જ્ઞાતા છે કે જે લોકો તંત્ર-મંત્રની સિદ્ધિ, પ્રયોગો જેવી ક્રિયા કરે છે. તે લોકો એ વાત જાણે છે કે સૌથી પ્રભાવી સમય ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, કોઈ પણ મહિનાની ચૌદશ કે અમાસ ઉપરાંત નવરાત્રિ અને મહાશિવરાત્રિ હોય છે. દિવાળી અને તેની આગળની રાત્રિ તંત્રશાસ્ત્ર માટે વિશેષ રાત્રિ કહેવાય છે. તેથી જ દિવાળીને મહારાત્રિ કહેવામાં આવે છે.

બદલાતા સમયમાં દિવાળી પર તથા ટૂચકાઓ અને જાદુ-ટોણાંમાં તેમજ તાંત્રિક ગતિવિધિઓમાં અનેક પ્રકારના બદલાવ આવ્યા છે. તાંત્રિકો મોટેભાગે દિવાળી પર્વને સાધના પર્વ તરીકે ઉજવતા હોય છે. તે આ દિવસોમાં વિશેષ સિદ્ધિ મેળવવા માટે વિશેષ સાધના કરતાં હોય છે. પછી મારણ, મોહન, સ્તભંન, ઉચ્ચાટ જેવી ક્રિયાઓ થકી તેનો ઉપયોગ શત્રુ પર વિજય, ગૃહશાંતિ વધારવા, લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કોઈ બૂરી આદત, કે લત કે કોઈ વળગાળ કે મૂઠ-ચોટમાંથી બચાવવા કરવામાં આવે છે. તેના દ્વારા જીવનની અનેક આંટીઘૂંટીઓમાંથી મુક્તિ મેળવવા વિચિત્ર ટૂચકાઓ અપનાવતા રહે છે.

માન્યતા પ્રમાણે દિવાળીની મહારાત્રિએ દેવી લક્ષ્મી પોતાની બહેન દરિદ્રા કે અલક્ષ્મીની સાથે ભૂલોકની સફરે નિકળે છે. જ્યાં શુદ્ધ અને સાત્વિક વાતાવરણ હોય ત્યાં દેવી લક્ષ્મી વાસ કરે છે. જ્યાં તેમ નથી હોતું ત્યાં તેની બહેન દરિદ્રા કે અલક્ષ્મી વાસ કરે છે.

જાદૂ- ટોણાંનો સંબંધ ઋગ્વેદ કાળથી માનવામાં આવે છે. અર્થવવેદમાં પણ આ વિષયોનું વર્ણન છે. અનેક એવા સ્થાનો છે જ્યાં લોકો નવરાત્રિ આરંભ થતાં જ લોકો સજાગ થઈ જાય છે. તથા તેની આ સજાગતા દિવાળી પૂરી થાય ત્યાં સુધી બનાવી રાખે છે. કેટલાંક ઘરોમાં વયોવૃદ્ધ સ્ત્રીઓ જ નાનામોટાં ટૂચકાઓ જાણતી હોય છે. તે તેની અજમાયેશ કરતી હોય છે. જ્યારે તહેવારોના દિવસોમાં જ કોઈના ઘરેથી મિષ્ટાન કે પકવાન આવે તો આવી સ્ત્રીઓ તેમાંથી ચૂટકીભર લઈને ફેંકી દેતી હોય છે. તે પછી જ તે પરિવારજનોને ખાવા આપે છે. તેની પાછળ એવી માન્યતા છે કે જો એના પર રે એના લાવવા દરમિયાન ક્યાંક એવી જગ્યાએ પગ પડી ગયો કે પ્રભાવ આવી ગયો હતો તો તેની અસર પરિવારજનો પર ન પડે.

અનેક પરિવારોમાં નજર ઉતારવામાં આવે છે. જેમાં હાથમાં થોડું મીઠું અને રઈ લઈને માથેથી ઉતારીને ફેંકી દેવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી કરાબ બલાઓને દૂર કરી શકાય છે. છોકરીઓને આ દિવસોમાં વાળ ખુલ્લા રાખીને ન ફરવાની શિખામણ આપવામાં આવે છે. કેટલાંક એવા પ્રદેશ હોય છે જ્યાં ચોક્કસ સમય પર જવાની અનુમતિ આપવામાં આવતી નથી.

માન્યતા અનુસાર જાદુ-ટોણાંમાં સિદ્ધિ મેળવવી એ મંત્ર સિદ્ધ કરવાની અપેક્ષાએ વિશેષ કઠિન બાબત છે. મંત્રને વાંચીને તેને ફેંકવામાં આવે છે જ્યારે જાદુ-ટોણાં માત્ર સાંકેતિકરીતે કામ કરતાં હોય છે. સંકેતથી કામ કરાવવામાં આવે છે. મંત્ર-તંત્ર સાધનામાં સિદ્ધ કરવા માંસ મદિરાની આવશ્યકતા રહે છે. જાદુ-ટોણાં સિદ્ધ કરવા માટે અલગ અલગ પ્રકારના જીવ કે જાનવરના મળ-મૂત્રની આવશ્યકતા રહે છે. મંત્ર ઝાડવા માટે પલીત(અગ્નિ)નો ઉપયોગ થાય છે. જાદુ-ટોણાં ઝાડવા માટે મોરપંખ કે ઝાડૂનો ઉપયોગ કરવામાં આવે છે.

તંત્ર- મંત્રની એક ખાસિયત એ છે કે તે રાત્રિના સમયે જ કરવામાં આવે છે. સૂર્યના વિરામ બાદ સાંજ ઢળ્યા પછી જ તેની સિદ્ધિ અને તેના ઉપયોગ માટે કાર્ય કરવામાં આવે છે. દિવાળીની રાત્રે જ્યારે સૂર્યનો અસ્ત થઈ જાય અને ચંદ્રમાં પણ બળહિન હોય ત્યારે પરમ અંધકારમાં તંત્ર-મંત્ર સાધના પોતાનો પરચમ લહેરાવતી જોવા મળે છે.