Know Some Unknown Things About Big B on His Birthday
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક્ટિંગ પહેલા આ રમતમાં માહેર હતા બીગ બી, તેમના જન્મદિવસ પર જાણો આ ખાસ વાતો

એક્ટિંગ પહેલા આ રમતમાં માહેર હતા બીગ બી, તેમના જન્મદિવસ પર જાણો આ ખાસ વાતો

 | 11:48 am IST

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન 11 ઑક્ટબરે પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જો કે અમિતાભ બચ્ચનની પર્સનાલિટીને જઇને કોઈ અંદાજ નહીં લગાવી શકે કે તેઓ બૉક્સર પણ રહી ચુક્યા છે.

નૈનીતાલની શેરવુડ કૉલેજમાં કર્યો છે અભ્યાસ

અમિતાભ બચ્ચને 1956માં નૈનીતાલનાં શેરવુડ કૉલેજમાં પ્રવેશ કર્યો હતો. તેમણે સીનિયર સેકેન્ડરીનું શિક્ષણ આ જ વિદ્યાલયમાંથી લીધું હતુ. આ ઘણા ઓછા લોકો જાણે છે કે તેઓ કૉલેજમાં એક કલાકારની સાથે સાથે બૉક્સર પણ હતા. શેરવુડ કૉલેજના આચાર્ય અમદીપ સંધૂએ જણાવ્યું હતુ કે, “બીગ બીએ એન્ગ્રી યંગ મેનનાં પાઠ શેરવુડ કૉલમાંથી શીખ્યા હતા. કૉલેજમાં થનારી ઇન્ટર કૉલેજ હાઉસ બૉક્સિંગ સ્પર્ધામાં તેમણે મોસ્ટ સાયન્ટિફિક બૉક્સરનો પુરસ્કાર જીત્યો હતો.

…..અને ભાવુક થઈ ગયા ‘મહાનાયક’

અમિતાભ બચ્ચનનો શેરવુડ કૉલેજ સાથે ઘણો ગાઢ સંબંધ છે. આ જ કારણ છે કે જ્યારે સોની ચેનલમાં પ્રસારિત થનારા શૉ ‘કૌન બનેગા કરોડપતિ’માં પોતાના જન્મદિવસ પર જ્યારે શેરવુડ કૉલેજનાં વિદ્યાર્થીઓએ તેમને કેક કાપનો વિડીયો મોકલ્યો તો તેઓ ભાવુક થઈ ગયા હતા. અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઑક્ટોબર 1942માં થયો હતો. નૈનીતાલની શેરવુડ કૉલેજમાં અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઘણી જ ધમાધૂમથી મનાવવામાં આવ્યો હતો.

હૉલીવુડનાં એક ડાયરેક્ટરનું વાક્ય આવી ગયું કામે

ઘણા લોકોને ખબર હશે કે આજે પોતાની શાનદાર અવાજને કારણે ઓળખાતા અમિતાભ બચ્ચનને એક સમયે આકાશવાણીની સ્વર પરીક્ષમાં અસફળ જાહેર કરવામાં આવ્યા હતા. પાતળા બાંધાના અને વધારે પડતી ઊંચાઈવાળા અમિતાભમાં કોઇ એવી ક્વોલિટી નથી જે પડદા પર લોકો પસંદ કરે તેવું ડાયરેક્ટર્સ માનતા હતા. ‘સાત હિન્દોસ્તાની’ અને ‘રેશમા ઔર શેરા’ ફિલ્મોમાં નાના-નાના રોલમાં તેમણે પોતાની છાપ છોડી હતી. અમિતાભની શરૂઆતની ફિલ્મો અસફળ રહી અથવા ઓછી ચાલી. તેમને પહેલી સફળતા ફિલ્મ ‘ઝંઝીર’થી મળી હતી. પ્રકાશ મહેરાએ એક હૉલીવુડનાં નિર્દેશકનું વાક્ય સાંભળ્યું જેમાં તેમણે કહ્યું હતુ, “એક પાતળા વ્યક્તિનાં હાથમાં બંદૂક પકડાવી દો, ફિલ્મ સુપરહિટ થઈ જશે.” આજે અમિતાભ બચ્ચન ‘બિગ બી’, ‘મહાનાયક’, ‘શહેંશાહ’ અને એક બ્રાન્ડ તરીકે ઓળખાય છે.