Fashion- Beauty the benefits of a multi facial for the skin Know
  • Home
  • Fashion & Beauty
  • ત્વચા માટે ગુણકારી ફેસિયલનાં ફાયદાઓ જાણીલો

ત્વચા માટે ગુણકારી ફેસિયલનાં ફાયદાઓ જાણીલો

 | 8:00 am IST

ઉનાળો આવતાંની સાથે જ ત્વચાની માવજત ડબલ થઇ જતી હોય છે. કેમ કે ઉનાળો આવતાં જ ત્વચા તડકાના સંસર્ગમાં આવતાં તે સૂર્ય પ્રકાશથી ટેન થવા લાગે છે. વળી પરસેવો વધતાં ધૂળ, માટી જેવો કચરો પણ ત્વચાના છિદ્રોમાં જાય છે, જેને કારણે બ્લેક હેડ્સ, ખીલ, ઝીણી ફોલ્લી જેવી સમસ્યા સતાવવા લાગે છે. આમ ન થાય તે માટે આપણે ત્વચાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જતું હોય છે. આ માટે આપણે ઘરેલુ ઉપાય તો કરીએ જ છીએ પણ ત્વચાની માવજત કરવાનો બીજો શ્રેષ્ઠ ઉપાય ફેસિયલ પણ છે.

અલબત્ત તમને તમારા વડીલોએ ઘણીવાર સૂચનો કર્યા હશે કે ફેસિયલ ન કરાવવું. કેમ કે ફેસિયલથી ચામડી બગડી જતી હોય છે. ખરેખર આ માન્યતા ખૂબ ખોટી છે. ફેસિયલથી ચામડી ક્યારેય ખરાબ નથી થતી. ઊલટાનું ફેસિયલથી ચામડીને રક્ષણ મળે છે. ચામડી ખરાબ થવાના બીજા ઘણાં કારણો છે. અલબત્ત તમે જો ખરાબ ક્રીમનો વપરાશ કરશો તો સ્કિનને તકલીફ જરૂર થશે, પણ જો તમે સારી ક્રીમનો વપરાશ કરશો તો ત્વચાને કોઇ જ પ્રકારનું નુકસાન નહીં થાય.

ફેસિયલ શેના માટે?

ફેસિયલમાં ટોટલ ચાર સ્ટેપ હોય છે. જેમાં સૌથી પહેલું સ્ટેપ ક્લીન્ઝિંગનું આવે. ક્લીન્ઝિંગમાં ત્વચાને સારા ક્લીન્ઝિંગ મિલ્ક વડે સાફ કરવામાં આવે છે. જેથી ત્વચા ઉપર જામેલી ધૂળ સાફ થાય. ત્યાર બાદ સ્ક્રબિંગનો વારો આવે. સ્ક્રબિંગમાં ત્વચા ઉપર હળવે હાથે સ્ક્રબથી મસાજ કરવામાં આવે છે.

આ મસાજ આંગળીના ટેરવા વડે થાય છે, જેને ત્વચા ઉપર રાઉન્ડ રાઉન્ડ ફેરવવામાં આવે. (યાદ રાખવું કે સ્ક્રબ કરતી વખતે હંમેશાં હળવે હાથે જ સ્ક્રબ કરવું. કેમ કે જો સ્ક્રબમાં વજન આપીને ત્વચા ઉપર ઘસવામાં આવે તો રેશીસ થવાની શક્યતાઓ રહે છે. સાથે સાથે ત્વચાનું કુદરતી મોઇશ્ચર નાશ પામે છે) સ્ક્રબથી ત્વચાના છિદ્રોમાંથી રહેલો કચરો સાફ થાય છે. તેમજ ત્વચાના મૃત કોષો નાશ પામે છે.

સ્ક્રબિંગ પછીનો પાર્ટ મસાજનો છે. મસાજમાં ત્વચા ઉપર ક્રીમ લગાવીને મસાજ કરવાનું રહે છે. આમ કરવાથી જે મૃત કોષો દૂર થયા હોય અને ત્વચા સાફ થઇ હોય તેમાં ક્રીમ ભળે છે અને ત્વચાને હીલ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ નાક અને દાઢી ઉપર થયેલા બ્લેક તેમજ વ્હાઇટ હેડ્સ દૂર કરવામાં આવે છે. અને છેલ્લું સ્ટેપ એટલે કે ફેસ પેક. ફેસ પેક સન ટેનને દૂર કરી ત્વચાને નિખારવાનું કાર્ય કરે છે. આમ ફેસિયલ ત્વચાને બગાડતું નથી, પણ ત્વચાને રીપેર કરવાનું કાર્ય કરે છે.

કેટલીવાર ફેસિયલ કરાવડાવી શકાય.  

મોટેભાગ ફેસિયલ સ્ત્રી ૨૫ વર્ષની થાય તે પછીથી કરાવી શકે છે. અને આ સમયગાળો એક મહિનાનો રાખવો જોઇએ. દર મહિને તમે એકવાર ફેસિયલ કરાવી શકો છો. દર મહિને એકવાર ફેસિયલ કરાવવાથી ત્વચા સાફ થઇ જાય છે અને રીપેર પણ થાય છે.

જો તમે પાર્લરમાં ફેસિયલ કરાવવા ન માંગતા હોવ તો તમે ઘરે જાતે પણ કરી શકો છો. આ ખૂબ જ સરળ છે. તે માટે તમે ઇન્ટરેનટ ઉપર ફેસિયલના સ્ટેપ શીખીને ઘરે બેઠાં સારી ફેસિયલ કિટનો ઉપયોગ કરીને જાતે જ ત્વચાની સંભાળ લઇ શકો છો.

મેકઓવર :- શહનાઝ હુસૈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન