know the health benefits of putting 2 drops in navel
  • Home
  • Fashion & Beauty
  • રાત્રે ઊંઘતા પહેલા બસ કરો આ એક કામ… પછી જુઓ

રાત્રે ઊંઘતા પહેલા બસ કરો આ એક કામ… પછી જુઓ

 | 6:49 pm IST

રાત્રે ઊંઘતા પહેલા ગાયનું દેશી ઘી, લીમડાનું તેલ, સરસવનું તેલ, બદામનું તેલ, નારિયેળનું તેલ, ઓલિવ ઓઈલ વગેરે લગાવવાથી ચમત્કારિક ફાયદા થાય છે. જેનાથી ત્વચાથી લઈને વિવિધ દર્દ માટે અનેક નુસ્ખા અપનાવતા હશો. વિવિધ દવાઓ પણ કરતા હશો, પરંતુ તમને આશ્ચર્ય થશે કે પેટની નાભિ પર તેલના કેટલાક ટીપાં નાખવાથી તમને અઢળક ફાયદા થઈ શકે છે. અહીં તેલ નાખવાથી સાંધાના દુખાવા, ઘૂંટણમાં દર્દ, શરદી-ખાંસી, નાકમાંથી પાણી આવવું અને સ્કીન સંબંધી અનેક સમસ્યાઓમાં રાહત મળે છે. જાણી લો કે, નાભિમાં કયા પ્રકારનું તેલ કઈ સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે.

સાંધાનો દુખાવો
ફાટેલા હોઠ કે સાંધાનો દુખાવો થતો હોય તો નાભિમાં સરસવના કેટલાક ટીપાં નાખો. તે બહુ જ ફાયદાકારક ઔષધિ છે.

ખીલ માટે…
યુવક હોય કે યુવતી… ખીલ તો બધાને થાય છે. આ સમસ્યામાં લીમડાના તેલના કેટલાક ટીપાં પેટની વચ્ચે નાંખીને તેની આસપાસ મસાજ કરો. આનાથી તમારી સ્કીન પણ ડાઘરહિત થશે.

પ્રજનન ક્ષમતા
નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઈલના કેટલાક ટીપાં નાભિ પર મૂકો. તેનાથી પ્રજનન ક્ષમતા વધે છે અને પ્રજનન રિલેટેડ સમસ્યાઓ પણ દૂર થાય છે.

મુલાયમ ત્વચા
દરેકને બેબી સોફ્ટ ત્વચા ગમતી હોય છે. તેથી આવી ત્વચા મેળવવા માટે તમારે ગાયના ઘીને નાભિ પર લગાવવાનું રહેશે, જેથી તમે પણ આવી ત્વચા મેળવી શકશો.

મનુષ્યના શરીરમાં દરેક બોડી પાર્ટસનુ કનેક્શન નાભિ સાથે જોડાયેલું છે. નાભિમાં રોજ ચપટી ભરીને ઘી મૂકવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આ નેચરલ થેરેપીથી અનેક હેલ્થ પ્રોબ્લમ્સ દૂર કરી શકાય છે. સાથે જ તે સુંદરતા વધારવા પણ ફાયદાકારક છે. તેના નીચે આપેલા ફાયદા જરૂર જાણી લેવા જોઈએ. નાભિમાં ઘી લગાવવાથી સ્કીન મુલાયમ બને છે, તેની ફેરનેસ પણ વધે છે. સ્કીનની ડ્રાયનેસ દૂર થાય છે. ઘી લગાવવાથી વાળનું તૂટવું રોકાય છે, અને તેની શાઈનિંગ વધે છે. ઘીથી ધૂંટણના દર્દને દૂર કરવામાં ફાયદો થાય છે, અને સાંધાનો દુખાવો પણ દૂર થાય છે. તેનાથી ખીલ અને ડાઘ દૂર થાય છે, તો ફાટેલા હોઠ પણ સારા થઈ જાય છે. તેનાથી કબજિયાત સિવાય પેટની અન્ય પ્રોબ્લમ્સ પણ દૂર થાય છે.