Know the cows Milk worshiper Scriptural Importance
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો ગાયના દૂધનુ પૂજન અર્ચનમાં શું છે શાસ્ત્રોક્ત મહત્વ, Video

જાણો ગાયના દૂધનુ પૂજન અર્ચનમાં શું છે શાસ્ત્રોક્ત મહત્વ, Video

 | 8:44 am IST

ભારતીય સંસ્કૃતીમાં ગાયને માતા તરીકે ખુબજ આસ્થા અને વિશ્વાસ સાથે પૂજવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે. ગાયના દૂધ, દહીં અને ઘીનું પૂજનમાં ખાસ મહત્વ છે. ગાયને પૂજવાથી 33 કરોડ દેવતાઓને પૂજ્યા હોય તેટલુ ફળ મળે છે.

આયુર્વેદમાં પણ ગાયના દૂધનો અનેરો મહિમા રહેલો છે. ગાયનું દૂધ પચવામાં હળવુ હોવાથી બાળકોથી લઈ બીમાર લોકોને પણ આપવામાં આવે છે. આમ ધાર્મિક, વૈજ્ઞાનિક તેમજ આયુર્વેદની દૃષ્ટીએ ગાયનું દૂધ ખુબજ મહત્વનુ છે.

ગાયના છાણના ઉપલા એટલે કે છાણા યજ્ઞ કાર્યમાં વાપરવામાં આવે છે. ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે ગાયના દૂધનુ પૂજન અર્ચનમાં શું છે શાસ્ત્રોક્ત મહત્વ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન