know the details about upcoming features in whatsapp
  • Home
  • Featured
  • જલ્દી લોન્ચ થશે WhatsAppના આ પાંચ ફીચર્સ, આવશે ઘણા કામ

જલ્દી લોન્ચ થશે WhatsAppના આ પાંચ ફીચર્સ, આવશે ઘણા કામ

 | 2:17 pm IST
  • Share

  • વોટ્સએપે યુઝર્સ માટે ઘણા ફીચર્સ એડ કર્યા

  • હવે કંપની નવા પાંચ ફીચર્સ પર કામ કરી રહી છે

WhatsApp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. WhatsAppએ તેના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે અનેક નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. આ સિવાય, કંપની હવે કેટલાક ચોક્કસ ફીચર્સ પર કામ કરી રહી છે, જે આવનારા દિવસોમાં સ્ટેબલ એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે રિલીઝ થઈ શકે છે. જાણી લો આવનારા દિવસોમાં WhatsApp પર આવનારા ફીચર્સ વિશે

Delete Message for everyone

WhatsApp તેના સૌથી મહત્વપૂર્ણ ફીચર Delete Message for Everyone સમય મર્યાદા વધારવા પર કામ કરી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યુઝર્સ માટે નવું અપડેટ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. નવા અપડેટ બાદ યુઝર્સ WhatsApp પર મોકલેલા મેસેજને એક અઠવાડિયાની અંદર ડિલીટ કરી શકશે. હાલમાં, યુઝર્સ મોકલેલા મેસેજને માત્ર એક કલાકની અંદર જ ડિલીટ કરી શકે છે.

Custom sticker

WhatsAppએ તાજેતરમાં જ તેના વેબ યુઝર્સ માટે Custom sticker ફીચર ટૂલ રજૂ કર્યું. આ અંતર્ગત યુઝર્સ પોતાના ફોટોને સ્ટીકરમાં કન્વર્ટ કરી શકે છે. હાલમાં, આ ફીચર મોબાઇલ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં જ તેના એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે કસ્ટમ સ્ટીકર ટૂલ લોન્ચ કરી શકે છે.

Voice notes

વોટ્સએપ યુઝર્સને વોઈસ નોટ્સની સ્પીડ વધારવાના ફીચર પર કામ કરી રહ્યું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ અપડેટ ડિસેમ્બરના અંતમાં અથવા નવા વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

WhatsApp Hide Status

WhatsApp તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેરવાની તૈયારી કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાનું સ્ટેટસ અમુક લોકોથી છુપાવી શકશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સુવિધા આગામી દિવસોમાં તમામ સ્થિર WhatsApp યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે.

WhatsApp Communities

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, WhatsApp તેના ખાસ ફીચર પર કામ કરી રહ્યું છે, જેનું નામ છે Communities. આ ફીચર આવવાથી ગ્રુપ એડમિનનું વોટ્સએપમાં અન્ય ગ્રુપ પર વધુ કંટ્રોલ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોમ્યુનિટી ચેટનો લુક સામાન્ય વોટ્સએપ ગ્રુપ ચેટ જેવો હશે, જો કે તેમાં નાના ફેરફારો કરવામાં આવશે. હાલમાં, આ ફીચરના લોન્ચને લઈને કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો