know the disadvantages of taking hot water shower
  • Home
  • Fashion & Beauty
  • રોજ ગરમ પાણીથી ન્હાતા લોકો અચૂક વાંચી લે આ માહિતી

રોજ ગરમ પાણીથી ન્હાતા લોકો અચૂક વાંચી લે આ માહિતી

 | 2:57 pm IST

આપણે બધા જ જાણીએ છીએ કે આર્યુવેદમાં લખ્યું છે કે, ગરમ પાણીથી ક્યારેય સ્નાન ન કરવું જોઈએ. ન્હાવા માટે હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ કરો. કેમ કે, ઠંડા પાણીથી તાપમાન સામાન્ય રહે છે, જેનાથી શરીર પર કોઈ પ્રકારની હાનિ પહોંચતી નથી.

ગરમ પાણી આમ તો બહુ જ ફાયદાકારક હોય છે, પરંતુ માત્ર પીવા માટે જ ઉપયોગમાં લેવું. પરંતુ જો શરીર એકદમ સ્વસ્થ હોય તો ક્યારેય ગરમ પાણીથી ન ન્હાવુ જોઈએ. નહિ તો તમને અનેક પ્રકારની બીમારીઓ ઘેરાઈ શકે છે. આયુર્વેદમાં લખાયું છે કે, જો તમે માથા પરથી ગરમ પાણી નાખો છો, તો તમને 123 પ્રકારની ખતરનાક બીમારીઓ જકડાઈ શકે છે. આ રોગ માનસિક તથા શારીરિક પણ હોઈ શકે છે.

જો તમને ગરમ પાણીથી ન્હાવાની આદત લાગી ગઈ છે, તો ગભરાઓ નહિ. તમે એક સાધારણ ઉપાયથી બીમારીઓને દૂર રાખી શકો છો. તમે ગરમ પાણી ભલે શરીરના બાકીના અંગો પર નાખો, પરંતુ ક્યારેય માથા પર ન નાખો. કેમ કે, માથુ અને આંખ પર કફ હોવાની અસર વધુ હોય છે. તેથી બંને અંગો પર ગરમ પાણી ક્યારેય ન નાંખો.

આંખો અને માથા માટે ઠંડુ પાણી બહુ જ ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે. તેથી પ્રયાસ કરો કે, તમે જ્યારે મોઢુ ધઉઓ તો ઠંડા પાણીથી ધુઓ. ઠંડીમાં પણ ગરમ પાણીને બદલે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરવાનું રાખો. ઘણા બધા લોકો એમ વિચારે છે કે, ઠંડીમાં પાણીથી ન્હાવાથી તમને શરદી થઈ શકે છે, પરંતુ આવું જરા પણ નથી. શરદીનું ઠંડા પાણી સાથે કોઈ લેવાદેવા નથી. ઠંડી એ જ લોકોને થાય છે, જે લોકોનું પેટ સાફ રહેતું નથી. જો તમને મસલ્સ પેઈન છે, અથવા હાડકામાં અને માંસપેશીઓમાં દર્દ રહે છે, તો ઠંડા પાણી બાદ ગરમ પાણી નાંખો. આનાથી તમને દર્દમાં રાહત મળશે.

ગરમ પાણીથી થતા નુકશાન
ગરમ પાણીથી ન્હાવાથી સ્કીનમાં રેડનેસ, રેશેઝ અને એલર્જિના પ્રોબ્લમ્સ થાય છે. તે સ્કીનને ડ્રાય કરે છે. તેનાથી સ્કીન ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. ગરમ પાણીથી વાળ પર ખરાબ અસર પડે છે. તેનાથી વાળનું મોઈશ્ચરાઈઝર ઓછું થઈ જાય છે. જેનાથી વાળ રફ અને ડ્રાય થઈ જાય છે. ગરમ પાણીથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે.

ગરમ પાણીથી ન્હાવાથી આંખો ડ્રાય થઈ શકે છે. તેના કારણે આંખોમાં રેડનેસ, ખંજવાળ અને વારંવાર આંખમાં પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. ગરમ પાણી વાળના સ્કેલ્પને પણ ડ્રાય કરે છે, અને આવામાં ડેન્ડ્રફ વધી શકે છે. ગરમ પાણી હાથ અને પગના નખ પર ખરાબ અસર કરે છે. નખ તૂટવાની, ઈન્ફેક્શન અને આસપાસની સ્કીન ફાટવાની પ્રોબ્લમ થાય છે.

ગરમ પાણીને કારણે સ્કીનના ટિશ્યુઝ ડેમેજ થવા લાગે છે. આવામાં સ્કીન પર સમય પહેલા જ કરચલીઓ આવી જાય છે. ગરમ પાણીથી ડ્રાય થયેલા વાળ વધુ તૂટે છે. સ્કીનનો ગ્લો પણ ઓછો થઈ જાય છે.