Know the glory of Jalaraam temple of Virpur, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિરપુરના જલારામ મંદિરનો મહિમા જાણીએ, Video

વિરપુરના જલારામ મંદિરનો મહિમા જાણીએ, Video

 | 9:28 am IST
  • Share

આજે છે કારતક સુદ સાતમ અને શનિવાર. આજે છે જલારામ જયંતિનું પર્વ ત્યારે સદાવ્રતના માધ્યમથી જેણે માનવસેવાનો પ્રારંભ કર્યો એવા જલારામ બાપાની આરતી અને ભજનવંદના કરીશુ. સાથે જ વિશ્વપ્રસિદ્ધ એવા વિરપુરમાં સ્થાપિત જલારામ મંદિરનો મહિમા જાણીશુ..

તો આજના પવિત્ર દિવસે કઈ રીતે જલારામ બાપાનું પૂજન કરવુ અને જીવનમાં અન્નદાન દ્વારા કેવી રીતે પુણ્યપ્રાપ્તિ કરી શકાય આ વિશેની ખાસ વાત જાણીશુ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી. તો આવો આ તમામ બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો.

હવે આપને દર્શન કરાવીશુ જલારામ બાપાનું મુખ્ય સ્મારક કહેવાતા રાજકોટના જેતપુર પાસે આવેલા વીરપુર ધામના. આ એ જ સ્થાન છે જ્યા જલારામ બાપાએ સમસ્ત જીવન ગાળ્યુ હતુ. અહિં શ્રીરામ, સીતારામ લક્ષ્મણ તથા હનુમાનજીની સ્થાપના સાથે જલારામ બાપા સમક્ષ પણ ભક્તો નતમસ્તક થાય છે. દેશનું આ એકમાત્ર ધામ છે જ્યાં કોઈ જાતનું દાન લેવાતુ નથી. તો આવો જાણીએ વિરપુરના જલારામ મંદિરનો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન