Know the glory of Maa Amba's Dham in Jivraj Park, Ahmadabad, Video
  • Home
  • Featured
  • અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલ મા અંબાના ધામનો મહિમા જાણીએ, Video

અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલ મા અંબાના ધામનો મહિમા જાણીએ, Video

 | 9:33 am IST

માતાજીના મંદીર આર્શીવાદ રૂપ હોય છે અને દરેક મંદીર પાછળ તેમની કોઈકને કોઈક સ્ટોરી છુપાયેલી હોય છે. આ મંદીર છે જીવરાજ પાર્ક પાસે આવેલુ મળાવ તળાવની પાસેનુ અંબાજી માતાનું મંદીર.

મા અંબાજીને જગદંબા તરીકે ઓળખવામાં આવે છે. માં અંબાનાં સ્થાનકો આપણને અનેક જગ્યાએ જોવા મળે છે. આવું જ એક મંદિર છે અમદાવાદનાં જીવરાજ પાર્કમાં આવેલું મંદિર.મલાવ તળાવનાં કાંઠે આવેલું આ મંદિર ઐતિહાસિક અને અદભૂત છે.આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં માં અંબાજી ભૂર્ગભમાં બિરાજમાન છે.

આ મંદીર 1975ની સાલમાં બનાવવામાં આવ્યુ છે..લગભગ 42 વર્ષ જુનુ આ મંદીર છે.સાથે વાત એવી છે કે વાવમાંથી માતાજીની મૂર્તી પ્રગટ થયેલી હતી. તેથી તે વાવને મંદીર રૂપે મોટુ બનાવીને વિસ્થાપીત કરવામાં આવ્યુ છે.આ મંદીર વાવ માતાના મંદીરથી પણ પ્રસીધ્ધ છે.

મા અંબાનું આ મંદિર ઘણુ મોટુ છે અને તેને કોતરણી પણ ખુબ જ સુંદર તેમજ આકર્ષક છે.ભૂર્ગભમાં મંદીર બનાવવામાં આવ્યુ હોવાથી તેમાં પગથીયા ઉતરીને માની સમીપ જઈ શકાય છે.આ મંદિરનું ગર્ભગૃહ ખુબ જ શાંત અને શીતળ છે. તો માતાજીની મૂર્તી પણ અવિસ્મર્ણીય છે. તેનુ તેજ જ એટલુ છે કે દરેક દરેક ભક્ત તેની મૂરત જોઈને અભિભૂત થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન