5 December Mercury transit in Scorpio know the impact on zodiac sign
  • Home
  • Astrology
  • બુધ ફરીને આવી રહ્યો છે વૃશ્ચિકમાં, વર્ષના અંતે આ રાશિને કરાવશે સૌથી વધુ ફાયદો

બુધ ફરીને આવી રહ્યો છે વૃશ્ચિકમાં, વર્ષના અંતે આ રાશિને કરાવશે સૌથી વધુ ફાયદો

 | 11:23 am IST

બુધ ગ્રહ 5 ડિસેમ્બરે તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પરત ફરી રહ્યો છે. જ્યાં સૂર્ય સાથે શુભ સંયોગ રચાશે. આ પહેલા ઓક્ટોબરમાં બુધ વૃશ્ચિક રાશિમાંથી આવીને 7 નવેમ્બરે તુલામાં પરત ફર્યો હતો. બુધ આ વખતે વૃશ્ચિક રાશિમાં આવીને વર્ષના છેલ્લા અઠવાડિયા સુધી આ જ રાશિમાં રહેશે. મહીનાના મધ્ય સુધીમાં સૂર્ય બુધનો સંયોગ કેટલીક રાશિઓ માટે સુખદ રહેશે તમારા માટે કેવું રહેશે બુધનુ આ ગોચર જાણીએ વિસ્તારથી.

આ પણ વાંચો: તમારા ઘરમાં રહેલી સીડીઓ જો કરતી હોય વાસ્તુદોષ તો અટકી જશે પ્રગતિના દ્વાર

મેષ રાશિ
બુધ તમારી રાશિમાં આઠમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન ભારે ઉતાર-ચડાવ જોવા મળશે. ગોચરના પ્રભાવથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ ટળશે. અચાનક યાત્રાના યોગ સર્જાશે.

વૃષભ રાશિ
બુધ તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે તાલમેલ સર્જાશે. આર્થિક સંકટ ટળી જશે. માનસિક શાંતિ મળશે. નવા મિત્રો બનાવી શકશો.

મિથુન રાશિ
બુધ તમારી રાશિમાં છઠ્ઠાભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તબિયતની કાળજી રાખવી. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. ક્રોધ અને વાણીપર નિયંત્રણ રાખજો. નકારાત્મક વિચારોથી દૂર જ રહેજો.

કર્ક રાશિ
બુધ તમારી રાશિમાં પાંચમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન પડકારોનો સામનો કરી શકશો. પ્રોપર્ટી ખરીદી શકશો.

સિંહ રાશિ
બુધ તમારી રાશિમાં ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન સામાજીક માન સન્માનમાં વૃદ્ધિ મળશે. સામાજીક કાર્યમાં ભાગ લઈ શકશો. પ્રગતિ થશે.

કન્યા રાશિ
બુધ તમારી રાશિમાં ત્રીજા ભાવમાં ગોચર કરશે આ દરમિયાન આત્મવિશ્વાસ વધશે. વેપાર અને રોજગાર ક્ષેત્રે નવી તકો સર્જાશે. સંબંધોમાં મધુરતા આવશે. ધાર્મિક કાર્યમાં રસરૂચી વધશે. નવુ ઘર કે ગાડી ખરીદી શકશો.

તુલા રાશિ
બુધ તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન પરિજનોમાં પ્રેમ વધશે. જીવનસાથી પાસેથી સહયોગ મળશે. દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકાશે.

વૃશ્ચિક રાશિ
બુધ તમારી રાશિમાં પ્રથમ લગ્નમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જ્યોતિષમાં લગ્નભાવને તનુભાવ કહેવામાં આવે છે. આ દરમિયાન પરિજનો સાથે તાલમેલ જાળવી શકશો. માનસિક તણાવ વધશે.

ધનુ રાશિ
બુધ તમારી રાશિમાં 12માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન વિદેશ યાત્રાનો યોગ છે. આર્થિક ખર્ચાઓ વધશે. શેરબજારમાં રોકાણ કરવું હિતાવહ નથી.

મકર રાશિ
બુધ તમારી રાશિમાં 11માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આવકમાં વધારો થશે.

કુંભ રાશિ
બુધ તમારી રાશિમાં 10માં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન ભારે ઉથલ-પાથલ સર્જાશે. અસંતોષની ભાવના ઉભી થશે. દાન પુણ્ય કરશો તો ફાયદો થશે.

મીન રાશિ
બુધનું ગોચર તમારી રાશિમાં નવમાં ભાવમાં થશે. આ દરમિયાન ધાર્મિક યાત્રા પર જઈ શકશો.ભાગ્યનો સાથ મળશે. સમજી-વિચારીને પગલા ભરવા.

આ વીડિયો જુઓ: જાણો અન્નપૂર્ણા વ્રતની સંપૂર્ણવિધિ વિધાન વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન