આટલા હજાર કરોડનો માલિક છે કિમ, કમાણીની રીત જાણીને ચોંકી જશો - Sandesh
  • Home
  • World
  • આટલા હજાર કરોડનો માલિક છે કિમ, કમાણીની રીત જાણીને ચોંકી જશો

આટલા હજાર કરોડનો માલિક છે કિમ, કમાણીની રીત જાણીને ચોંકી જશો

 | 2:56 pm IST

દુનિયાના સૌથી રહસ્યમય દેશ એવા ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને અનેક પ્રતિબંધો બાદ પણ કમાણીના કેટલાક નવા જ રસ્તાઓ શોધી કાઢ્યાં છે. યૂરોપ, અમેરિકા સહિતના દુનિયાના તમામ દેશો તરફથી ટ્રેડ પ્રતિબંધ બાદ પણ કિમ જોંગ ઉન અધધ કમાણી કરે છે.

કિમની આ કમાણીમાં ગેરકાયદેસર દાણચોરીના ધંધાનો પણ સમાવેશ થાય છે. કિમ જોંગ ઉનના તમામ શોખ પુરા કરવા ઉત્તર કોરિયાના અધિકારીઓ પણ દાનચોરી કરે છે.

દાણચોરીથી લાવવામાં આવે છે સિગરેટ

લિમોઝીન કારથી લઈને ફ્રાંસ બ્રાંડની સિગરેસ સુધીની ચીજવસ્તુઓ ઉત્તર કોરિયાના અધિકારીઓ પોતાના સરમુખત્યાર માટે દાણચોરી કરીને લાવે છે. એક અહેવાલ અનુંસાર, દુનિયાના દેશોમાં ફેલાયેલી ઉત્તર કોરિયાના દુતાવાસના અધિકારીઓ કિમના એજંટ તરીકે જ કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી રાખેલા છે. જેના કારણે દુનિયાભરના દેશો ઉત્તર કોરિયાને માત્ર જરૂરી ચીજવસ્તુઓની જ સપ્લાઈ કરે છે. માટે પોતાના સુપ્રીમ લીડરના વૈભવી શોખ પુરા કરવા ઉત્તર કોરિયાના અધિકારીઓ આ બધા કામમાં પડે છે.

200 કરોડનો તો દારૂ ઢીંચી જાય છે

એશો આરમથી જીવવું, મનફાવતા નિર્ણયો કરવા, વિરોધીઓને કચડી નાખવા, કિમ જોંગ ઉનનો જાણે શોખ બની ગયો છે. ઉત્તર કોરિયા જ્યારે દારૂણ ગરીબી અને ભયંકર ભૂખમરાથી પીડાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ કિમ જોંગ ઉન કોઈ ધનકુબેરને પણ શરમાવે તેવી ઠસ્સાદાર જીંદગી વિતાવે છે. આ વાતનો અંદાજ માત્ર એ વાતથી લગાવી શકાય કે તે વર્ષની અંદર 200 કરોડ રૂપિયાનો દારૂ ઢીંચી જાય છે. પરંતુ ખાલી જઢરાગ્નીએ મોતને ભેટતી ઉત્તર કોરિયાની માસૂન જનતાને ભાગ્યે જ આ વાતની જાણ હશે.

કેટલા કરોડનો આસામી છે કિમ

અહેવાલ અનુંસાર કિમ જોંગ ઉનની સંપત્તિ લગભગ 10 હજાર કરોડ ડૉલરની છે. ભારતીય રૂપિયામાં વાત કરવામાં આવે તો કિમની કમાણી લગભગ 65000 કરોડ રૂપિયા છે. કિમની આ કમાણીનો દેશની કમાણી છે. તે તેમાંથી જ આવક ઉભી કરે છે. સાથો સાથ અનેક પ્રકારના ગેરકાયદેસરના ધંધાનો કાળો વ્યાપાર પણ ચલાવે છે.

કેવી રીતે કરે કિમ કમાણી

  • ગેરકાયદેસર રીતે હાથીના દાંતની સપ્લાઈ કરવાનો કારોબાર ચલાવે છે.
  • આફ્રિકી દેશોમાં દારૂ ઉપરાંત અનેક ચીજવસ્તુઓની સ્મગલિંગ કરે છે કિમ.

ક્યાં છુપાવે છે પોતાનો ખજાનો

કિમ જોંગ ઉનના પૈસા સેંટ્રલ અમેરિકાની બેંકોમાં જમા છે. આ ઉપરાંત યૂરોપ અને એશિયાની અનેક બેંકોમાં પણ કિમ જોંગ ઉનના પૈસા છુપાયેલા પડ્યાં છે. કિમને હંમેશા એ વાતનો ડર છે કે, જો તેનો પૈસો તેના દેશમાં જ રહેશે તો તેને કોઈ લૂંટી શકે છે. તેવી જ રીતે તેના સાથીઓ જ તેના દુશ્મન બની શકે છે. માટે જ તે તેના તમામ નાણાં વિદેશી બેંકોમાં જમા કરાવીને રાખે છે.