Know The Reason Why Sonia Choose to Seat Behind Hardik Patel
  • Home
  • Featured
  • ચાલુ સભાએ એવું તો શું બન્યું કે સોનિયા ગાંધી હાર્દિક પટેલની પાછળ જઇને બેઠા?

ચાલુ સભાએ એવું તો શું બન્યું કે સોનિયા ગાંધી હાર્દિક પટેલની પાછળ જઇને બેઠા?

 | 7:43 pm IST

ગુજરાતના ગાંધીનગર ખાતે મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. જેમાં સોનિયા ગાંધી, મનમોહન સિંઘ, રાહુલ ગાંધી, અહમદ પટેલ અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાયા છે. આ સીવાય પણ પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ આ સભામાં હાજરી આપી હતી. સભા દરમિયાન ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટીના મહાસચિવ બન્યા બાદ પ્રથમ સંબોધન કર્યું હતું.

જ્યારે આ સભામાં કોંગ્રેસના નેતાઓને તડકાનો સામનો પણ કરવો પડ્યો હતો. જેના કારણે નેતાઓને સમગ્ર સભા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તડકાને રોકવા માટે નેતાઓ અલગ-અલગ પ્રકારે પ્રયત્ન કરી રહ્યા હતા. કોઇંક નેતા રૂમાલ તો કોઇ નેતા કાગળથી તડકાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યારે સોનિયા ગાંધીને પણ પ્રથમ હરોળમાં બેસવાથી તડકો નડી રહ્યો હતો. પછી તેણીએ જે કર્યું તે ચર્ચાનો વિષય બની ગયો છે અને તમે પણ એ જાણીને ચોંકી ઉઠશો.

ગાંધીનગરમાં 32 ડિગ્રી તાપમાનની વચ્ચે કોંગ્રેસના નેતાઓના ગરમીને કારણે પરસેવો છૂટી ગયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે તો તડકાથી બચાવા માટે રૂમાલનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે સોનિયા ગાંધી તો કંઇક નવું જ કરી બેઠા તેમણે ન તો રૂમાલનો ઉપયોગ કર્યો ન તો કાગળનો તેઓ પોતાની જગ્યા પરથી ઉભા થઇને સીધા જ હાર્દિક પટેલની બાજુમાં જઇને બેસી ગયા.

આ બેઠક દરમિયાન વધુ એક રસપ્રદ બનાવ બન્યો હતો. જેમાં સાબરમતી આશ્રમમાં રાહુલ, સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ જ્યાં સ્ટેજ પર બેઠેલા જોવા મળ્યા હતા, ત્યારે પ્રિયંકા ગાંધી કે જે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ છે તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે જઇને બેઠેલા જોવા મળ્યા હતા. આ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ તેમના મહાસચિવ બન્યા પછી પ્રથમ વખત ગુજરાતમાં સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં તેણીએ મહિલાઓને અને પાર્ટીના કાર્યકર્તાઓના વિશ્વાસમાં વધારો કર્યો હતો. તેઓ પહેલી વાર આ પ્રકારની બેઠકનો ભાગ બન્યા છે અને તેણીએ ખાતરી આપી છે કે આ વખતે કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન