know the side effect of basil The advantage will be removed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાવધાન! ક્યાંક તમે પણ આડેધડ નથી કરતાને તુલસીનું સેવન? ફાયદો તો દૂર થશે નુકસાન

સાવધાન! ક્યાંક તમે પણ આડેધડ નથી કરતાને તુલસીનું સેવન? ફાયદો તો દૂર થશે નુકસાન

 | 10:04 am IST
  • Share

તુલસીનો basil છોડ લગભગ દરેક ઘરમાં હોય છે. ધાર્મિક માન્યતાઓ સાથે આયુર્વેદમાં તેને એક ઔષધી માનવામાં આવે છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, આયરન, એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મો ધરાવે છે. આવી સ્થિતિમાં તેને શરદી, અને મોસમી રોગોથી બચાવી શકાય છે.

તૈયાર કરેલી ચા અને કાઢો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. ખાસ કરીને કોરોનાથી બચવું ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે પડતું તુલસીનું સેવન કરવાથી ફાયદો થવાના બદલે નુકસાન થાય છે. તુલસીના basil વધારે પ્રમાણમાં સેવન કરવાને કારણે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સગર્ભા સ્ત્રીઓ માટે નુકસાનકારક
તુલસીમાં હાજર યુજેનોલ નામનું તત્વ પીરિયડ્સમાં આવતી તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, ગર્ભાવસ્થામાં તેનું સેવન કરવાથી આવનારા બાળકને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં બાળજન્મ સમયે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ડાયાબિટીસ
ઘણી વાર લોકોને તુલસીની basil ચા પીવી ગમે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ દ્વારા તેનું સેવન કરવું એ ફાયદાને બદલે નુકસાન કારક છે. હકિકતમાં, ઘણા લોકો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ લે છે. આવી સ્થિતિમાં દવા સાથે તુલસી basil ખાવાથી સ્યુગર લેવલ ઓછું થવાનું જોખમ રહેલું છે.

લોહી પાતળું થવા લાગે
તુલસીમાં basil રહેલા તત્વો શરીરમાં લોહીની ખોટ પૂર્ણ કરવામાં મદદ કરે છે. પરંતુ તેના વધારે સેવનથી લોહી પાતળું થઈ શકે છે. આવી રીતે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન