Know the truth behind jio's free t-shirt offer, viral message
  • Home
  • Featured
  • JIO: ગ્રાહકોને મળશે ફ્રી ટી-શર્ટ ? જાણો શું છે આ વાયરલ મેસેજ પાછળનું સત્ય…

JIO: ગ્રાહકોને મળશે ફ્રી ટી-શર્ટ ? જાણો શું છે આ વાયરલ મેસેજ પાછળનું સત્ય…

 | 3:30 pm IST

JIO દ્વારા ઉપભોક્તાને “હેપી ન્યૂ યર” ઓફર હેઠળ મફતમાં ટી-શર્ટ આપવામાં આવશે તેવા સમાચાર વોટ્સએપ પર વાયરલ થયા હતા. જ્યારે રિલાયન્સે જિયોની ઓફિશિયલ વેબસાઇટ પર આ વિશેની કોઇપણ જાતની માહિતી આપવામાં આવી નથી. જ્યારે વોટ્સએપમાં શેર કરવામાં આવેલી આ લિંક પર ક્લિક કરવાની સાથે જ એક ફોર્મ ખુલે છે જેમાં ગ્રાહકો પાસેથી અમુક પ્રકારની માહિતી માંગવામાં આવે છે.

વોટ્સઅપ ઉપર શેર કરવામાં આવેલા આ મેસેજમાં એક લિંક આપવામાં આવી છે. સાથે જ એક માહિતી આપવામાં આવી છે કે જિયો દ્વારા 20 કરોડ ગ્રાહકો પૂરા કરવાની ખૂશીમાં 1 લાખ જેટલા ટી-શર્ટનું મફત વિતરણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ આ મેસેજ સાથે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરતા એક ફોર્મ ખુલે છે. જેમાં તમારી પાસે અમૂક પ્રકારની માહિતી માંગવામાં આવે છે. આ લિંક ખુલવાની સાથે જ સફેદ, કાળા અને ગ્રે રંગના ટી-શર્ટ પસંદ કરવાનું ઓપ્શન આવે છે. તેમજ આ ફોર્મના ઉપરના ભાગમાં લખવામાં આવ્યું છે કે આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી, 2019 છે. આગળ આ ફોર્મમાં ગ્રાહક પાસે નામ, નંબર, પીનકોડ, સરનામું અને ટી-શર્ટનો રંગ તેમજ સાઇઝ પૂછવામાં આવે છે. જોકે તપાસમાં સામે આવ્યું છે કે રિલાયન્સ જિયો દ્વારા આવી કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી.

જિયોના ઉપભોક્તાની સંખ્યાને લઇને પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે….

જ્યારે આ મેસેજમાં જિયોના ગ્રાહકોની સંખ્યા 20 કરોડ બતાવવામાં આવી રહી છે જે સાવ ખોટી માહિતી છે. ઓક્ટોબર 2018માં TRAI દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયોના ઉપભોક્તાની સંખ્યા 26 કરોડની આસપાસ છે એટલે કે જિયોના ગ્રાહકોને લઇને કરવામાં આવેલો 20 કરોડનો દાવો પણ ખોટો સાબીત થાય છે. જ્યારે અમારી રિસર્ચ ટીમના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જિયો દ્વારા આવી કોઇપણ પ્રકારની ઓફર જાહેર કરવામાં આવી નથી. જેથી તમને આવી કોઇપણ પ્રકારની ટી-શર્ટ મળશે નહીં. તેમજ આ સાવ ખોટા ન્યૂઝ વાયરલ કરવામાં આવ્યા છે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને ભ્રમિત કરવાનો હોઇ શકે છે.

જેટલું બને તેટલું આવા ખોટા સમાચારથી દૂર રહેવું તમારા માટે હિતાવહ…

મોટાભાગે સોશ્યલ મીડિયા પર અવારનવાર આવા પ્રકારના મેસેજ વાયરલ થતા હોય છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોની અંગત માહિતી એકઠી કરવાનો હોય છે. જેનો ઉપયોગ આવા લોકો પોતાના અંગત ફાયદા માટે કરતા હોય છે. આવા મેસેજ દ્વારા તમારી અંગત માહિતી જેમકે તમારી બેન્કની માહિતી, ATM પીન અને મોબાઇલ નંબર ઉપર આવતા OTPની જાણકારી લઇને તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. એટલા માટે જ આ પ્રકારના મેસેજ ડિલીટ કરી દેવા જોઇએ અને આવી લિંક પર ક્લિક ન કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન