વિશેષ રાજ્યનો દરજ્જો. ગ્રાન્ટથી જ ચાલે ગાડુ - Sandesh
  • Home
  • India
  • વિશેષ રાજ્યનો દરજ્જો. ગ્રાન્ટથી જ ચાલે ગાડુ

વિશેષ રાજ્યનો દરજ્જો. ગ્રાન્ટથી જ ચાલે ગાડુ

 | 4:10 pm IST

આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જા મુદ્દે ભાજપ અને રાજ્યમાં શાસક ટીડીપી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ટીડીપીએ નરેન્દ્ર મોદી સરકારમાં તેના બે પ્રધાનોને પાછા બોલાવી લીધા છે અને ભાજપે પણ રાજ્ય સરકારમાં તેના બે પ્રધાનોને રાજીનામું આપી દેવાનો આદેશ કર્યો છે. જોકે ભારતીય બંધારણમાં આ અંગેની કોઈ જ જોગવાઈ નથી. હવે આપણે ખાસ દરજ્જા વિશે ચર્ચા કરીશું.

ત્રીજી પંચ વર્ષીય યોજના સુધી રાજ્યને ગ્રાન્ટ આપવા અંગે કોઈ જ નિશ્ચિત ફોર્મ્યુલા ન હતી. ત્યારે માત્ર યોજનાને આધારે જ ગ્રાન્ટ આપવામાં આવતી હતી. 1969માં પાંચમાં નાણાં પંચે રાજ્યોને કેન્દ્રીય સહાયા આપવા માટે ગાડગિલ ફોર્મ્યુલા ઘડી કાઢી હતી અને ત્રણ રાજ્યો આસામ, નાગાલેન્ડ અને જ્મ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પછાતપણું, દુર્ગમ ભૌગોલિક સ્થિતિ અને પ્રવર્તમાન સામાજિક સમસ્યાઓને આ માટે ધ્યાનમાં લેવાય છે. તે પછી પૂર્વોત્તરના પાંચ રાજ્યોની સાથે અનેક રાજ્યોને પણ આ દરજ્જો આપવામાં આવ્યો હતો.

વિશેષ દરજ્જો ધરાવનાર રાજ્યોને કેન્દ્ર સરકાર 90 ટકા ગ્રાન્ટ અને 10 ટકા ઋણ આપે છે. જ્યારે બીજી શ્રેણીના રાજ્યોને કેન્દ્રીય સહાય તરીકે 70 ટકા ઋણ અને 30 ટકા અનુદાન અપાય છે. અત્યાર સુધી 11 રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંખડને આ વિશેષ દરજ્જો અપાયો છે.