શ્રાવણમાં આ કામ કરવાનું ટાળજો, ભગવાન શિવના મળશે આશીર્વાદ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણમાં આ કામ કરવાનું ટાળજો, ભગવાન શિવના મળશે આશીર્વાદ

શ્રાવણમાં આ કામ કરવાનું ટાળજો, ભગવાન શિવના મળશે આશીર્વાદ

 | 1:40 pm IST

શ્રાવણનો મહિનો દેવોના દેવ મહાદવને ખૂબ જ પ્રિય છે. આ મહિના દરમિયાન ભગવાનની પૂજા કરવાથી ભગવાન ભક્તો પર સૌથી વધારે પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. પણ અજાણ્યે આપણે એવા કામો કરી દઇએ છે કે, જેથી ભગવાનનો આશીર્વાદ મળતું નથી. એવું માનવામાં આવે છે કે, શ્રાવણના મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીથી જે પણ માંગવામાં આવે છે તેઓ પૂરા પાડે છે. આવો જાણીએ એવા ક્યા કામો છે જે શ્રાવણ મહિના દરમિયાન ન કરવું જોઇએ.

હળદર
શ્રાવણ મહિનામાં પૂજા કરતી વખતે ભગવાન શિવને હળદર અર્પણ ન કરવું જોઇએ.

રીંગણ
શ્રાવણ મહિનામાં રીંગણના પ્રયોગને વર્જિત માનવામાં આવે છે. શ્રાવણના મહિનામાં આવનારા રીંગણને શાસ્ત્રોમાં અશુદ્ધ માનવામાં આવ્યું છે. જો આપણે અશુદ્ધ થઈને ભગવાનની પૂજા કરશું તો ભગવાન ક્યારેય પોતાના આશીર્વાદ અમને આપશે નહીં.

ખરાબ વિચારો
શ્રાવણ મહિનામાં ભગવાનના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ છે. દરમિયાન તમારા મનમાં કોઈ પણ જાતના ખોટા વિચારો લાવવું નહીં. શ્રાવણમાં મહિલાઓનું સન્માન કરવું જોઇએ તેમજ ધર્મ સંબંધી પુસ્તકો વાંચવી જોઇએ.

ન કરો અપમાન
શ્રાવણ મહિનામાં કોઈપણ વૃદ્ધ વ્યક્તિ, માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી, ગરીબ અને જ્ઞાની વ્યક્તિનું અપમાન ન કરવું જોઇએ. આ મહિને જે લોકો આ તમામ લોકોનું અપમાન કરે છે, તેમને ભગવાન શિવની કૃપા મળતી નથી.

વહેલી સવારે ઉઠવું
શ્રાવણ મહિનાને અધ્યાત્મનો મહિનો માનવામાં આવે છે, આ માહ દરમિયાન ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર ઓછું થાય છે. એટલે આ મહિનાને સૂવામાં ખરાબ ન કરવું જોઇએ. સવારે શિવજીની પૂજા કરવી જોઇએ. શ્રાવણ મહિનામાં તમારી આજુબાજુ સકારાત્મક વાતાવરણ હોય છે, જેથી તમારી પ્રાર્થના ભગવાન સુધી જલ્દીથી પહોંચે છે.

માંસ અને દારૂનું સેવન ન કરો
શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ હોય છે. જેના કારણે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઇએ. જીવ હત્યા પાપ છે અને આમ કરવાથી તમને પાપ લાગે છે સાથે જ તમારું મન પણ અશુદ્ધ થાય છે, અશુદ્ધ મનથી ભગવાનની પૂજા ન કરવી જોઇએ.

ઘરમાં સ્વચ્છતા રાખો
ભગવાન શિવ અને માતા પાર્વતીને ઘરની સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. એટલે તમારા ઘરને સ્વચ્છ રાખો. જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યાં ભગવાન રહેવાનું પસંદ નથી કરતા.

વૃક્ષોને કાપવાનું ટાળો
શ્રાવણ મહિના દરમિયાન કોઈપણ જાતના વક્ષને કાપવું ન જોઇએ. આમ કરવાથી તમારા ગ્રહ દોષ પ્રભાવિત થાય છે. તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે તેટલા જ વૃક્ષો લગાવવો જોઇએ. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન