know what you need to do if you lost your aadhaar card
  • Home
  • Technology
  • આધાર કાર્ડ ખોવાયું છે અને મોબાઇલ નંબર પણ નથી નોંધાયેલ, જાણો શું કરવું જોઈએ

આધાર કાર્ડ ખોવાયું છે અને મોબાઇલ નંબર પણ નથી નોંધાયેલ, જાણો શું કરવું જોઈએ

 | 11:45 am IST

યુનિક આઇડેન્ટિટી (યુઆઈડી) સામાન્ય રીતે આધાર કાર્ડ આ નામથી જાણીતું છે, જે સૌથી મહત્વનું ઓળખાણપત્ર ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. 12 ડિજિટનો આધાર નંબર યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ) ના આધારે વેરિફિકેશન પછીથી ઇશ્યૂ થાય છે. આજના સમયમાં આધાર બધી વસ્તુઓ માટે જરૂરી છે. સરકાર દ્વારા આધારકાર્ડ પાનકાર્ડથી લિંક કરાવવું પણ ફરજિયાત છે તેવું કહેવામાં આવ્યું છે.

કોઈ કારણથી જો તમે તમારું આધાર કાર્ડ ગુમાવો છો. તો પણ તમે તેને સરળતાથી રિકવર કરી શકો છો. તમે યુઆઇડીએઆઈની ઓનલાઇન વેબસાઇટ પર જઇ અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા આ કામ કરી શકો છો. કોઈપણ સરળતાથી ડિજિટલ અને ફિઝિકલ આધાર મેળવી શકે છે. અહીં ધ્યાનમાં રાખવાનું એ છે કે આધાર કાર્ડને રિકવર કરવા માટે તે જરૂરી છે કે તમે એનરોલ્મેન્ટ દરમિયાન તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડીની નોંધણી પહેલા કરાવી હોય.

જો તમે તમારો મોબાઇલ નંબર રજસ્ટર્ડ નહીં કરાવી શક્યા અને તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો. તે સમયે પણ તમારે ઘબરાવાની જરૂર નથી. આવું એ માટે કારણ કે યુઆઇડીએઆઈ લોકોને આ પરવાનગી આપે છે કે તેઓ તેમના આધાર કાર્ડને ઓનલાઇન રિપ્રિન્ટ કરી શકે છે. આમ કરવા માટે ગ્રાહકોને પોતાનો હાલનો મોબાઇલ નંબર આપવો પડશે. જેમાં વન ટાઇમ પાસવર્ડ મોકલવામાં આવશે.

તમે કેવી રીતે આધાર કાર્ડ રિપ્રિન્ટ કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ સમજો-

સ્ટેપ -1: આધારની વેબસાઇટ uidai.gov.in પર જાઓ.

સ્ટેપ -2: આધાર રિપ્રિન્ટ ઓપ્શન શોધો અને તેના પર ક્લિક કરો.

સ્ટેપ -3: તમારો આધાર નંબર અને અન્ય વિગતો ભરો.

સ્ટેપ -4: તમારા વર્તમાન મોબાઇલ નંબરને વેરિફિકેશન માટે આપો.

સ્ટેપ -5: ચુકવણી કરો અને એસઆરએન પ્રાપ્ત કરો.

સ્ટેપ -6: આધાર પત્ર તમારા સરનામાં પર પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન