know which country has fastest internet speed in the world
  • Home
  • Featured
  • હાઈસ્પિડ ઇન્ટરનેટ ધરાવતા દેશોની યાદી આવી, જાણો કોણ છે નંબર – 1

હાઈસ્પિડ ઇન્ટરનેટ ધરાવતા દેશોની યાદી આવી, જાણો કોણ છે નંબર – 1

 | 4:55 pm IST

દુનિયામાં ઇન્ટરનેટ હવે જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે. સ્માર્ટફોનનો ઉપયોગ વધતા ઇન્ટરનેટનો વપરાશ પણ વધ્યો છે. તેમજ હવે ઇન્ટરનેટમાં સ્પિડ હોવી ખૂબ જ જરૂરી છે. પહેલા 2જી પછી 3જી અને તાજેતરમાં 4જી ઇન્ટરનેટ સ્પિડ વિશ્વભરમાં લોકો ઉપયોગ કરી રહ્યાં છે. તેમજ વિશ્વભરના ઈન્ટરનેટ વપરાશકર્તાઓ આતુરતાથી 5G નેટવર્કની રાહ જોઈ રહ્યા છે. હાલમાં, વિશ્વભરમાં 4G ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરનેટ સ્પિડની વાત કરીએ તો વિવિધ દેશોમાં મોટો તફાવત જોવા મળે છે. તાજેતરમાં 4જી હાઇ-સ્પિડ ઇન્ટરનેટ સર્વિસ આપતા દેશોની યાદી સામે આવી છે. તેમાં દક્ષિણ કોરિયા સૌથી આગળ છે. આવો જાણીએ કયા દેશમાં કેટલી સ્પિડ મળે છે.

દક્ષિણ કોરિયા:
હાઈસ્પિડ ઇન્ટરનેટ આપવા માટે દક્ષિણ કોરિયા અગ્રણી છે. અહીં 4જી ઇન્ટરનેટની ઉપલબ્ધતા 97.5 ટકા છે. અહીં વપરાશકર્તાઓને 52.4 Mbps ની ડાઉનલોડ સ્પિડ મળે છે.

જાપાન:
જાપાનમાં 4જી નેટવર્ક્સની ઉપલબ્ધતા 96.3 ટકા છે. અહીં વપરાશકર્તાઓ 33 Mbps ની ડાઉનલોડ સ્પિડ મળે છે.

નૉર્વે:
ઇન્ટરનેટ સ્પિડના કિસ્સામાં નોર્વે દક્ષિણ કોરિયા બાદ બીજા ક્રમે છે. આ દેશમાં ઇન્ટરનેટની ડાઉનલોડ સ્પિડ 48.2 એમબીબીએસની છે. અહીં 4 જી નેટવર્કની ઉપલબ્ધતા 95.5 ટકા છે.

હોંગકોંગ:
હોંગકોંગમાં ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પિડ 16.7 Mbps છે. તેમજ 4 જી ઇન્ટરનેટની ઉપલબ્ધતા 94.1 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન