Know Which Four Teams Are Favorites For Semi Final CWC19
  • Home
  • Sports
  • Cricket
  • સેમિફાઇનલમાં પહોંચવાનું તમામ ટીમોનું આ છે ગણિત, ભારતે કરવું પડશે આ પરાક્રમ

સેમિફાઇનલમાં પહોંચવાનું તમામ ટીમોનું આ છે ગણિત, ભારતે કરવું પડશે આ પરાક્રમ

 | 3:39 pm IST

ઐતિહાસિક લૉર્ડ્સ મેદાન પર સાઉથ આફ્રિકાને 49 રને હરાવીને પાકિસ્તાને સેમિફાનલમાં ક્વૉલિફાઇ કરવાની પોતાની આશાઓ વધારી દીધી છે. જો કે સાઉથ આફ્રિકા ટીમની આશાઓ આ હાર સાથે તૂટી ગઈ છે. લીડ્સમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ શ્રીલંકા પણ રેસમાં છે. તો અજેય ચાલી રહેલા ભારત અને ન્યૂઝીલેન્ડનું પલ્લું ભારે છે.

કઈ ટીમ પહોંચશે સેમિફાઇનલમાં?

ન્યૂઝીલેન્ડ અને ભારત અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યું નથી. ભારતે અત્યાર સુધી 5 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. તો ન્યૂઝીલેન્ડે 6 મેચમાંથી 5માં જીત મેળવી છે અને 1 મેચ વરસાદનાં કારણે ધોવાઈ ગઈ હતી. ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ ગઈ હતી. અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં ન્યૂઝીલેન્ડ 11 અંક સાથે ટૉપ પર છે, જ્યારે ભારત 9 અંક સાથે ત્રીજા નંબરે છે. ઑસ્ટ્રેલિયા 10 અંક સાથે બીજા નંબરે છે. પૉઇન્ટ ટેબલમાંમ ટૉપ-4માં રહેનારી ટીમો સેમિફાઇનલમાં જગ્યા બનાવશે. ન્યૂઝીલેન્ડને હવે ફક્ત એક જ મેચ જીતવાની છે, ત્યારબાદ તેની જગ્યા સેમિફાઇનલમાં પાક્કી થઈ જશે. તો ભારતે હજુ બે મેચો જીતવાની રહેશે.

ભારતે જીતવી પડશે હજુ 2 મેચ

વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડિયાએ યજમાન ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશની સામે મુકાબલો રમવાનો છે. આમાંથી 2 મેચ જીતવી તેના માટે મોટી વાત નહીં હોય. ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેને એકમાત્ર હાર ફક્ત ભારત સામે મળી છે. તેણે 6 મેચો રમી છે, જેમાંમ 5 જીતી છે. ટીમનાં ખેલાડીઓ ફૉર્મમાં ચાલી રહ્યા છે. તેણે હજુ ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે રમવાનું છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે ફક્ત એક જ મેચ જીતવાની રહેશે. જો ટીમનાં 10 જ અંક રહેશે તો તેણે આશા રાખવી પડશે કે શ્રીલંકા બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન સામે હારી જાય.

ઇંગ્લેન્ડનું શું થશે?

દુનિયાની નંબર-1 વન ડે ટીમ ઇંગ્લેન્ડને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, પરંતુ તેણે પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. તેણે હજુ ભારત, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોનો સામનો કરવાનો છે. ત્રણેય ટીમો શાનદાર ફૉર્મમાં છે. આમાંથી ઇંગ્લેન્ડ જો એકપણ મેચ નથી જીતી શકતી તો તેણે 8 અંક સાથે બહાર થવું પડશે. એટલું જ નહીં, ઇંગ્લેન્ડ જો 3માંથી એક મેચ પણ જીતે છે તો પણ તેનું ક્વોલિફિકેશન પાક્કુ નથી. શ્રીલંકા જો પોતાની ત્રણેય મેચ જીતી લે છે તો 12 અંક સાથે તે ઇંગ્લેન્ડને પૉઇન્ટ ટેબલમાં પછાડશે અને ક્વૉલિફાઇ કરી લેશે. જો શ્રીલંકા પોતાની બાકીની મેચો હારી જાય, અથવા પાકિસ્તાન અને બાંગ્લાદેશને તેમને બાકીની મેચોમાંથી ઓછામાં ઓછી 2માં હાર મળે, અથવા વેસ્ટઇન્ડીઝને એક મેચમાં હાર મળે તો ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાંમ ક્વૉલિફાઇ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન