such yoga in horoscope does not give happiness from children
  • Home
  • Astrology
  • જાણી લો કુંડળીમાં કેવા યોગો કરાવે છે સંતાન સાથે વિચ્છેદ, રહેવું પડે છે ઘરડાંઘરમાં

જાણી લો કુંડળીમાં કેવા યોગો કરાવે છે સંતાન સાથે વિચ્છેદ, રહેવું પડે છે ઘરડાંઘરમાં

 | 7:19 pm IST

માતા પિતા સંતાન ઈચ્છે છે તેની પાછળ બે કારણો હોય છે એક તો વંશવેલો આગળ વધે, બીજો વૃદ્ધાવસ્થામાં તે સહારો બને. આમછતાં કેટલાંક એવા માતા પિતા પણ હોય છે કે જેને સંતાનનું સુખ પ્રાપ્ત થતું નથી. વૃદ્ધાવસ્થાનાં ઊંબરે પહોંચેલા માતા-પિતાની એકમાત્ર આશા હોય છે તેમના સંતાનો. પણ તે ઠગારી નિવડે છે. તેમનો સાથ અને સહયોગ મળતો નથી.  ક્યારેક તો કેટલાંક માતા-પિતાને ઘરડા-ઘરમાં આશ્રય લેવો પડે છે. આવું થવા પાછળનું કારણ ગ્રહ દોષ પણ હોય શકે છે.

વ્યક્તિની કુંડળીમાં પાંચમું સ્થાન સંતાન સંબંધિત હોય છે. પાંચમા સ્થાનમાં શુભ ગ્રહ હોય અને તેની દ્રષ્ટિ એકાદશ ભાવ પર પડતી હોય તો તેવા માતા-પિતાને બાળકોનો સ્નેહ અને પ્રેમ મળે છે. ચોથા સ્થાન તેમજ દશમા સ્થાનમાં પણ શુભ ગ્રહ હોય તો સંતાન તરફથી માતા-પિતાને સહયોગ મળે છે. પણ જો આ જ પાંચમા, દશમા અને ચોથા ભાવમાં અશુભ ગ્રહ હોય તો માતા-પિતા તેમજ સંતાનો વચ્ચે મતભેદ રહે છે.

આવા ગ્રહયોગો ધરાવતા વ્યક્તિઓને આખરે ઘરડાંઘરમાં આશરો લેવો પડે છે. વધું પડતી આત્મકેન્દ્રીતતા સંતાનો સંસ્કારના સિંચનમાં ખામી લાવે છે. માટે હમેંશા બીજાનો વિચાર કરતાં શીખો. એ ગુણો બાળકોમાં પણ વિકસાવો. તમે બીજા માટે કશું કરતાં રહેશો તો બાળકોમાં પણ એ સંસ્કારોનું સિંચન થશે. જો બીજાની ખેવના કરશો તો તમારો ગુરુ પણ સુધરતો જશે. તેને પરિણામે તમને પારિવારિક સંબંધોમાં સુધાર જોવા મળશે. આત્મકેન્દ્રીતતા પારિવારિક સંબંધોમાં ઘાતક નિવડે છે. જેને લીધે વ્યક્તિને ભોગવવું પડે છે.

જો તમારી કુંડળીમાં પણ આવો યોગ હોય તો ચેતી જજો, સંતાનના સાથ સહકારની બહું અપેક્ષા ન રાખશો, નહિંતર પસ્તાવાનો વારો આવશે. જો કુંડળીમાં આવા ગ્રહ યોગો હોય તો ઈષ્ટદેવની આરાધના કરવાની સાથે સપ્તાહના કોઈપણ એક દિવસે ઉપવાસ કરવો. જીવનમાં દાન કરતાં રહેવું. કોઈના આશીર્વાદ લેવા. કારણકે આશીર્વાદમાં એ શક્તિ હોય છે કે જે અનેક દોષોનું શમન કરીને શુભ ફળની પ્રાપ્તિ કરાવી છે. જરૂરીયાતમંદ વ્યક્તિઓને રેશાવાળા ફળ દાનમાં આપવા. ગરીબ લોકોને જમાડવા. કોઈ ભૂખ્યું ઘરેથી ન જાય તે જોવું. આમ કરવાથી દોષો દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન