natural friendship according to astro ane numerology
  • Home
  • Astro
  • રાશિ અને અંકોમાં હોય છે કુદરતી મિત્રતા, આ તારીખો કે સમયમાં જન્મેલા બને સારા મિત્રો

રાશિ અને અંકોમાં હોય છે કુદરતી મિત્રતા, આ તારીખો કે સમયમાં જન્મેલા બને સારા મિત્રો

 | 6:56 pm IST
  • Share

માનો કે ન માનો પણ મિત્રતામાં પણ જ્યોતિષ ભાગ ભજવે છે. કેટલીક રાશિઓ અને અંકો વચ્ચે કુદરતી રીતે જ સુમેળ છે. તે રાશિના લોકો એકબીજાના સારા મિત્ર બની જાય છે. તો તેવી રીતે કેટલાંક અંકોમાં પણ એવું હોય છે. ઉદાહરણ તરીકે અંકશાસ્ત્રમાં 3.6.9 એ કુદરતી રીતે જ એવા અંક છે કે જરૂરિયાતના સમયે એકબીજાની મદદ કર્યા વગર નથી રહી શકતા.

સંશોધન થકી એ જાણવા મળ્યું કે  કોઈ પણ મહિનાની 3,6,9,12,15,18,21,24,27.. એવી રીતે મૂળ ભૂત રીતે 3,6,9 કે પછી બે અંકોના સરવાળા થકી થતાં 3,6,9 એવા અંક છે કે જરૂરિયાતના સમયે એકબીજાની મદદ કર્યા વગર રહી શકતા નથી.

એક અંકશાસ્ત્રીએ સંશોધન હાથ ધર્યું. તેમાં રોડ અકસ્માત સમયે સૌથી પહેલાં મદદે દોડી આવનાર અને અકસ્માત થનારા વ્યક્તિની જન્મતારીખનું કનેકશન અંગે સંશોધન હાથ ધરાતા એ જાણવા મળ્યું કે 3,6,9 એ એવી રાશિ છે કે તે એક બીજાની મદદ કર્યા વગર નથી રહી શકતી. રસ્તે જનારો સાવ અજાણ્યો વ્યક્તિ જો ઘાયલ થયેલો વ્યક્તિ જો 3,6, અને 9ના સંબંધમાં હોય તો મદદ કર્યા વગર નથી રહી શકતો.

આવો જ સંબંધ ચોક્કસ મહિનામાં જન્મેલી વ્યક્તિઓ વચ્ચે પણ જોવા મળ્યો. જેમ કે જેમની સનસાઈન લીયો હોય એટલે કે 14મી ઓગસ્ટથી 14 સપ્ટેમબર અને કસ્પ પિરિયડ 8 દિવસ એટલે કે 14મી ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર વચ્ચે જન્મેલા અને 14મી નવેમબરથી તેવી જ રીતે 22 ડીસેમ્બર વચ્ચે જન્મેલા કુદરતી રીતે જ મિત્રો હોય છે. તેઓ એક બીજાને વધું સમજી શકે છે. અને જરૂરિયાતના સમયે એકબીજાને આવીને મદદ કરી જાય છે. કોઈને ખબર પણ નથી પડતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો