Know who will be Number 2 in Modi Cabinet PM Narendra Modi Govt
  • Home
  • Election 2019
  • અમિત શાહ નહીં પણ આ નેતા હશે મોદી સરકારમાં નંબર 2? ચિત્ર થયું સ્પષ્ટ

અમિત શાહ નહીં પણ આ નેતા હશે મોદી સરકારમાં નંબર 2? ચિત્ર થયું સ્પષ્ટ

 | 8:52 pm IST

નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં શામેલ થશે કે કેમ તે સંશય વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આખરે શપથ લીધા છે. અમિત શાહે શપથ ગ્રહણ કરતાની સાથે જ મોદી સરકારમાં નંબર ટૂ કોણ હશે તેને લઈને ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતાં. મોદી બાદ બીજા નંબરે સૌકોઈના આશ્ચર્ય વચ્ચે રાજનાથ સિંહે બીજા નંબરે શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યાર બાદ ત્રીજા નંબરે શપથ ગ્રહણ કર્યા હતાં.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજ બીજા નંબરે શપથ ગ્રહણ કરતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ બીજા ક્રમે જ રહેશે. અગાઉ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં રાજનાથ સિંહ જ કેબિનેટની બેઠકોની અધ્યક્ષતા કરતા હતાં.

હવે આ વખતે પણ મોદી સરકારમાં રાજનાથ સિંહ જ નંબર ટૂ રહેશે તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે અને અટલ બિહારી વાજપેયી સરકારમાં પહેલા ભૂસ્તર પરિવહન અને ત્યાર બાદ કૃષિ મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન