NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જાણી લો કેમ મનાવવામાં આવે છે ધનતેરસ ?

જાણી લો કેમ મનાવવામાં આવે છે ધનતેરસ ?

 | 8:16 pm IST

આસો મહિનાની વદ તેરસને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે. ધનતેરસનું પર્વ આ વર્ષે 17 ઓક્ટોબરે આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે દેવી ધનવંતરીનો જન્મ થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવાય છે. ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. તેથી આ દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. પણ ધનતેરસથી જોડાયેલી અનેક કથાઓ છે જેમાં એ જાણવા મળે છે દિવાળીથી પહેલા ધનતરસ કેમ મનાવવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે જ ભગવાન ધનવંતરી હાથમાં  સુવર્ણ કળશ લઈને સાગર મંથન દરમિયાન ઉત્પન્ન થયા હતા. વિષ્ણુના આ સ્વરૂપને મોહિની તરીકે પણ ઓળખવામાં આવે છે. હાથમાં અમૃત કળશ સાથે તેમણે દેવતાઓને અમર બનાવી દીધા. ધનવંતરીના પ્રગટ થયા પછી બે દિવસે દેવી લક્ષ્મી પ્રગટ થયા. આથી દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ મનાવવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર ભગવાન ધનવંતરી દેવતાઓના વૈદ્ય છે. તેની ભક્તિ અને પૂજાથી આરોગ્ય સુખ એટલે કે સ્વાસ્થ્ય લાભ મળે છે. માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી વિષ્ણુના અંશાવતાર છે. સંસારમાં આયુર્વેદ અને મેડિકલ ક્ષેત્રના વિસ્તાર અને પ્રસાર માટે જ ભગવાન વિષ્ણુએ ધનવંતરી તરીકે અવતાર લીધો હતો.

ધનતેરસી જોડાયેલી એક બીજી કથા છે. જેમાં આસો માસની તેરસના દિવસે દેવતાઓના કાર્યમાં વિઘ્ન નાંખવાના કારણે ભગવાન વિષ્ણુએ અસુરોના ગુરુ શુક્રાચાર્યની એક આંખ ફોડી નાંખી હતી. કથા અનુસાર દેવતાઓને રાજા બલિના ભયથી મુક્તિ અપાવવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. વામન ભગવાન દ્વારા માંગવામાં આવેલી ત્રણ પગલાં જમીન દાન કરવા માટે તે કમંડળમાંથી જળ લઈને સંકલ્પ કરવા લાગ્યા. બલિને દાન કરવાથી રોકવા માટે શુક્રાચાર્યે રાજા બલિના કમંડળમાં લધુ સ્વરૂપ ધારણ કરીને પ્રવેશ કરી ગયા.

ભગવાન વામને પોતાના હાથમાં રાખેલા કુશા(મોટું લાંબુ ઘાસ)ને કમંડળમાં એવી રીતે રાખ્યું કે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. બલિએ સંકલ્પ લઈને ત્રણ પગલાં ભૂમિદાન કરી દીધું. આ રીતે બલિના ભયથી દેવતાઓને મુક્તિ મળી અને બલિને જે ધન સંપત્તિ દેવતાઓ પાસેથી છીનવી લીધી હતી તેનાથી અનેક ગણી વધું ધન સંપત્તિ દેવતાઓને મળી ગઈ. આ ઉપલક્ષ્યમાં પણ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે.