know-why-google-shutting-down-inbox-app
  • Home
  • Technology
  • 4 વર્ષ પહેલા લૉન્ચ થયેલી આ એપ ગૂગલ કેમ કરી રહ્યુ છે બંધ

4 વર્ષ પહેલા લૉન્ચ થયેલી આ એપ ગૂગલ કેમ કરી રહ્યુ છે બંધ

 | 5:50 pm IST

ગૂગલની Inbox એપ હવે અધિકારીક રીતે શટડાઉન કરી રહ્યુ છે. કંપની યૂઝર્સને માર્ચ સુધીનો ટાઇમ આપશે. આ સમય દરમિયાન યૂઝર્સ Inboxમાંથી Gmail પર શિફટ થઈ શકશે. કંપનીએ 4 વર્ષ પહેલા આ એપ ગૂગલ ઈનબોક્સને લૉન્ચ કરી હતી. તેમાં કેટલાક નવા અને બહેતર ફીચર્સ આપવામાં આવ્યા હતા. તેને ખુબજ ઝડપી બનાવમાં આવી હતી.Gmail વેબ અને Gmail એપમાં એવા કેટલાક ફિચર્સ નથી. આ એપમાં ક્વીક રીપ્લાઈનો સારો ઓપ્શન હતો. ત્યારબાદ આને જી-મેલ વેબમાટે લાવવામાં આવી હતી.

આ પણ વાંચો: સાવધાન ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો

ગૂગલ તરફથી 22 ઓક્ટોબર 2014માં સુંદર પીચાઇએ બ્લોગ લખ્યો હતો જેમાં આ એપ વીશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કંપનીએ જણાવ્યુ કે આ એપને એડવાન્સ બનાવવામાં આવી કેમકે ઈમેલને સારી રીતે ગોઠવી શકાય. એક નજર નાખતા જ તમામ માહિતી મળી જાય. આસીસ્ટ, સ્નૂજ, રિમાંઇન્ડર જેવા ફિચર્સ જીમેલ વેબમાં ત્યારે ન હતા.

 આ પણ વાંચો: જો તમે ગૂગલ ડ્રાઈવ પર તમારો ડેટા સ્ટોર કરો છો તો ચેતી જજો

શરૂઆતમાં આ એપને લીમીટેડ રાખવામાં આવી. ગૂગલને રિકવેસ્ટ મોકલી આ એપ ડાઉનલોડ થતી. ખુબ મોડી તેને પબ્લીશ કરવામાં આવી. બધા તેને વાપરી શકવા લાગ્યા. માર્ચ 2019માં આ એપને કંપની બંધ કરી નાખશે.

આ પણ વાંચો: ગૂગલનો ઉપયોગ કરનારાઓ ચેતી જજો, લોકેશન સેટિંગ ઓફ હોય છે છતાંય…

આ એપને બંધ કરવાનું કારણ સાફ છે. ગૂગલે હાલમાં જ જીમેલને સંપુર્ણ પણે ફરીથી ડિઝાઇન કર્યુ છે. હવે જીમેલ વેબમાં એ તમામ ફીચર્સ મળે છે જે પહેલા ફક્ત આ એપમાં મળતા હતા. જી-મેલ એપને પહેલા કરતા વધારે એડવાન્સ બનાવાયુ છે. આ કારણે ગૂગલે તેની આ એપને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.