પોતાની સાથે ટૉઈલેટ લઈને સિંગાપોર પહોંચ્યા કિમ, કારણ જાણીને તમે ચોંકી જશો - Sandesh
  • Home
  • Featured
  • પોતાની સાથે ટૉઈલેટ લઈને સિંગાપોર પહોંચ્યા કિમ, કારણ જાણીને તમે ચોંકી જશો

પોતાની સાથે ટૉઈલેટ લઈને સિંગાપોર પહોંચ્યા કિમ, કારણ જાણીને તમે ચોંકી જશો

 | 2:09 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા વચ્ચેની ઉત્સુકતાનો અંત આવ્યો છે. સિંગાપોરમાં બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં સુરક્ષાની અત્યંત સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને દેશના નેતાઓએ પોત પોતાની સુરક્ષામાં કોઈ જ કચાસ છોડી ન હતી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની સુરક્ષા તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધારે સઘન હતી. એટલે સુધી કે, કિમ સિંગાપોત કેવી રીતે પહોંચ્યા તેની પણ કોઈનેય જાન થઈ ન હતી.

આ ઘટનાક્રમ વચ્ચે એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. જેને કિમ જોંગનો ડર કહો કે કંઈ બીજું. કારણ કે, કિમ જોંગ પોતાની સાથે તેમનું ટૉઈલેટ પણ સાથે લઈને જ સિંગાપોર પહોંચ્યા છે. તેના પાછળ એક ખાસ કારણ જવાબદાર છે.

પોર્ટેબલ ટોઈલેટ સાથે લઈને સિંગાપોર પહોંચ્યા

ઉત્તર કોરિયાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, બંને દેશો વચ્ચે યોજાનારી બેઠકને લઈને ખુબ જ તણાવ હતો. એટલે જ એ વાત અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી કે, કિમ જોંગ વિમાન મારફતે કે પછી કઈ રીતે સોંગાપોર આવી રહ્યાં છે. ઉત્તર કોરિયામાં પણ આ વાતની જાણકારી માત્ર ગણતરીના લોકોને જ હતી. કિમ જોંગ પોતાની સાથે ત્રણ વિમાન લઈને સિંગાપોર આવ્યાં. પહેલા વિમાનમાં કિમ જોંગ માટે ખાવા પીવાનો સામાન, બુલેટ પ્રુફ લિમોઝીન કાર અને પોર્ટેબલ ટૉઈલેટ હતું.

કેમ લાવવામાં આવ્યું પોર્ટેબલ ટોઈલેટ?

પોર્ટેબલ ટૉઈલેટ એટલા માટે સાથે રાખવામાં આવ્યું હતું કેમ કે, કિમ જોંગ ઉનનો મળ (સ્ટૂલ)ની કોઈ પ્રકારની તપાસ કે પરીક્ષણ ના કરી શકે. તેનું બીજું કારણ એ પણ છે કે, કિમના સ્વાસ્થ્યની જાણકારી આજ સુધી ક્યારેય બહાર નથી આવી. અગાઉ એવી પણ ચર્ચા ઉઠી હતી કે, કિમને અનેક પ્રકારની બિમારીઓ છે. પરંતુ હવે સ્ટૂલની તપાસના ડરના કારણે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, ઉત્તર કોરિયા નથી ઈચ્છતું કે, કિમના સ્વાસ્થ્યની જાણકારી કોઈ બીજાના હાથ લાગે.

કિમની સુરક્ષાનો ખર્ચ ચીને ઉપાડ્યો!!!

સુરક્ષાના કારણે કિમ જોંગે શાંઘાઈ થઈને સિંગાપોરની મુસાફરી નહોતી કરી. કારણ કે, આ રૂટ સમુદ્રની ઉપરથી જાય છે જેના કારણે સુરક્ષામાં મુશ્કેલી ઉભી થાય છે. માટે કિમે બેઈજીંગ થઈને સિંગાપુરની મુસાફરી કરી, જેમાં 10 કલાકનો સમય લાગ્યો અને ખર્ચ પણ ઘણો વધારે થયો. ચીનના એવિએશન સૂત્રોના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કોરિયાની સમાચાર ડેઈલી ‘ચોશુન ઈલ્બો’એ જણાવ્યું હતું કે, કિમને એરક્રાફ્ટ લોન પર આપવાની ઘટના દેખાડે છે કે, ચીન પર ખુબ જ રાજકીય દબાણ હતું અને તેના કારણે જ ચીને ભારે ખર્ચ પણ કરવો પડ્યો.

ઉત્તર કોરિયાને ઉધાર નથી મળતું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિઝોલ્યુશન 2270 અંતર્ગત કોરિયાને કોઈ પણ પ્રકારનું એરક્રાફ્ટ, શિપ કે ક્ર્રુઝ ઉધાર આપવા પર પ્રતિબંધ છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એ સ્થિતિ સ્પષ્ટ છે કે કદાચ ચીને સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી મળી ગઈ હતી.