know why pain occurs during personal relationship
  • Home
  • Featured
  • સેક્સ કરતી વખતે કેમ થાય છે દર્દ, આટલી કાળજી રાખશો તો નહી પડે તકલીફ

સેક્સ કરતી વખતે કેમ થાય છે દર્દ, આટલી કાળજી રાખશો તો નહી પડે તકલીફ

 | 4:05 pm IST

સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય છે. ગમે તેવો થાક લાગ્યો હોય સેક્સ કરવાથી ઉતરી જાય છે. સેક્સ કરવાના શારીરિક તેમજ માનસિક ફાયદાઓ છે. સેક્સ જીવનમાં નવો સંચોર કરે છે. જો કે કેટલીક વખત સ્ત્રી કે પુરૂષને સેક્સ દરમિયાન ભારે દર્દ થાય છે જેનાથી સેક્સની મજા મારી જાય છે.

મોટા ભાગે આવું દર્દ મહિલાઓને થતુ હોય છે. કેટલુક દર્દ થોડા સમયમાં મટી જાય તેવુ હોય છે જ્યારે કેટલુંક દર્દ વધારે સમય રહેતા ધીરે ધીરે સેક્સ લાઇફ બરબાદ કરી દે છે આથી સેક્સ દરમિયાન સહેજ પણ તકલીફ થાય તો ખુલીને તમારા પાર્ટનર સાથે વાત કરો જેથી રાહત રહે.

સેક્સ દરમિયાન થતા દર્દને મેડિકલ ભાષામાં Dyspareunia કહે છે. આનું કારણ વિભિન્ન રૂપથી પરેશાનીઓ આવતા સંબંધમાં મુશ્કેલી કે કડવાશ આવી જતી હોય છે. આની સીધી અસર મનોવૈજ્ઞાનિક રીતે પણ અસર કરતી હોય છે. આવી સમસ્યા માટે યોગ્ય થેરાપી લેવી પડતી હોય છે.

સંભોગ દરમિયાન દર્દ થાય ત્યારે શું થાય?
મહિલાઓને યોનીના અંદરના ભાગમાં અસહ્ય દર્દ થાય છે. પેશાબ કરતી વખતે બળતરા થાય છે. સેક્સ કરવાની રૂચી ઓછી થવા લાગે છે. સેક્સમાં ઉદાસી અને અસંતોષ થાય છે.

સેક્સ દરમિયાન દુ:ખાવાના કારણો – Dyspareuniaના વિવિધ કારણો છે અને તે શારીરિક, માનસિક અથવા બંને પરિબળો હોઈ શકે છે. યોનીમાં જબરદસ્તી લીંગ પ્રવેશે તો અસહ્ય દર્દ થાય છે. સેક્સમાં ઉતાવળ કરવાથી આવુ થાય છે. કોઇ એક તૈયાર ન હોય અને સેક્સ કરવામાં આવે તો તકલીફ થાય છે.

યોની સુકી પડી જાય લુબ્રીકેશનનો અભાવ હોય ચામડી છોલાઈ જાય તો આવી તકલીફ થાય છે. આથી સેક્સ કરતી વખતે ખાસ કાળજી રાખવી કે બંને બરાબર તૈયાર હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન