know-why-ved-sanskar-is-given-to-a-child-from-shatriji
  • Home
  • Videos
  • Sandesh News
  • બાળકને કેમ આપવામાં આવે છે વેદ સંસ્કાર

બાળકને કેમ આપવામાં આવે છે વેદ સંસ્કાર

 | 11:08 am IST

ભગવાન રામથી લઈને કૃષ્ણ પણ પોતાની બાલ્યાવસ્થામાં આશ્રમમાં ભણવા માટે જતાં હતા. આ એક વેદ સંસ્કાર હતા જે બાળકને આપવામાં આવતા હતા. જન્મથી લઈને મૃત્યુ સુધી જે સોળ સંસ્કાર આપવામાં આવે છે તેમાં શાળાએ ભણવા જવું (એ પ્રથમ દિવસ કે જે દિવસ બાળક શાળાએ પગ મૂકે )તેનું વિશેષ મહત્વ હોય છે.

દર્શકમિત્રો આજના ભાગદોડ વાળા યુગમાં મા બાપને પોતાના સંતાનોને શાળાએ મુકવા જવાનો પણ સમય ઓછો મળે છે..પરંતુ શું આપ જાણો છો આપણા શાસ્ત્રમાં એ તમામ બાબતોનો ઉલ્લેખ છે કે પોતાના બાળકને કયા વારે શાળાએ મુકવો …કયા ચોઘડિયામાં શાળાએ મુકવા જવુ જો આ નાનકડી બાબતોનું ધ્યાન મા બાપ રાખી લે તો તેમના બાળકનુ જીવન સફળતાના આકાશે પહોચે છે આજે ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડયા જણાવશે પોતાના બાળકને વેદ સંસ્કાર અનુસાર કઇ રીતે કરાવવી અભ્યાસમાં શરુઆત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.