know your namank in kundli and effect according your zodiac sign
  • Home
  • Astrology
  • તમારો જન્માંક દર્શાવે છે આવનારૂ ભવિષ્ય કેવુ રહેશે, જાણીલો કેવું છે તમારૂ ભાવિ

તમારો જન્માંક દર્શાવે છે આવનારૂ ભવિષ્ય કેવુ રહેશે, જાણીલો કેવું છે તમારૂ ભાવિ

 | 10:08 am IST

દરેક વ્યક્તિ પર તેના જન્માંકનો પ્રભાવ પડતો હોય છે. આ અંકની અસર કે પ્રભાવ જીવનભર તેની સાથે રહે છે તેથી જ અંક પરથી વ્યક્તિના ભવિષ્ય અંગેની જાણકારી પણ મેળવી શકાય છે. આ જાણકારી વ્યક્તિને સફળતાની વધારે નજીક લઈ જઈ શકે છે. અંકનું આ મહત્વ અંકશાસ્ત્રમાં સવિસ્તર દર્શાવાયું છે. આ શાસ્ત્ર જ્યોતિષ વિદ્યાનો પ્રમુખ આધાર છે. વ્યક્તિના જન્માંક 1થી 9 સુધીના આંકડા હોય છે. તો તમે પણ જાણી લો શું કહે છે તમારો જન્માંક તમારા ભવિષ્ય વિશે.

આ પણ વાંચો: જ્યારે ભાગ્ય ન આપે સાથ, સતત મળે નિષ્ફળતા ત્યારે કરો આ કારગત ઉપાય થશે ફાયદો

1.
આ અંક ધરાવતા જાતકો રચનાત્મક અને સૃજનાત્મક કાર્યોમાં અત્યધિક રૂચિ લેનારા હોય છે. સમાજમાં તેમની આગવી ઓળખ અને પ્રતિષ્ઠા હોય છે. તેના કારણે વ્યક્તિને વિશેષ ઉપલબ્ધી પ્રાપ્ત થાય છે. આવા લોકો ઉર્જાવાન અને નવા વિચારોથી પરિપૂર્ણ રહે છે.

2.
જો તમારો મૂળાંક બે હોય તો સમાજ અને પરીવારમાં મૈત્રી, શાંતિ સ્થાપિત કરનારા તેમજ નૃત્ય, સંગીત અને ભોજનના શોખીન હોય છે. આવા જાતકોને તમામ સુખ સરળતાથી મળી જાય છે.

3.
આવા જાતક બોલવામાં ચપળ હોય છે. તેઓ બુદ્ધિવાન, ચતુર હોય છે, તેઓ લેખન, પત્રકારત્વ, તબીબી ક્ષેત્રમાં આગળ વધે છે. તેઓ કોઈપણ કામને પોતાના વાક-ચાતુર્યથી સુધારી લે છે.

4.
આ અંક વાળા જાતકો ક્રોધી હોય છે. તેઓ વચનબદ્ધ અને કર્મથી દાની હોય છે. તેઓ ધન-વૈભવથી પરીપૂર્ણ જીવન જીવે છે. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે.

5.
ક્રોધી, સાહસી, તેજસ્વી અને લડાયક સ્વભાવના હોય છે. સમાજમાં તેમની અલગ ઓળખ હોય છે. તેઓ જે પણ ક્ષેત્રમાં આગળ વધે તેમાં ટોચ સુધી પહોંચે છે.

6.
તેઓની વાણી સૌમ્ય હોય છે અને વ્યક્તિત્વ કોમળ હોય છે. તેઓ સમાજ સેવામાં વધારે લિપ્ત રહે છે. તેઓ ઉચ્ચાભ્યાસ કરે છે.

7.
આ જન્માંકવાળા જાતક પણ જ્ઞાની અને વ્યાપાર કરવામાં પારંગત હોય છે. જો કે તેઓ બચત કરતાં વધારે ખર્ચ કરનારા પણ હોય છે.

8.
આ જન્માંકવાળા ઉત્તમ નેતા, સંગઠન કર્તા અને કુશળ નિર્ણાયક બને છે.

9.
નવા વિચારો પર અમલ કરનારા અને વાણી-વ્યવહારમાં કુશળ હોય છે. આ જાતકો તબીબી ક્ષેત્રમાં સરળતા આગળ વધી શકે છે.

આ વીડિયો જુઓ: ભગવાન કૃષ્ણથી રીસાઈને માતા રુકમણિએ પંઢરપુરમાં તપસ્યા કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન