નોલેજ ઝોન : હિમાલય પર્વતનું નામ 'એવરેસ્ટ' કઈ રીતે પડયું? - Sandesh
  • Home
  • Featured
  • નોલેજ ઝોન : હિમાલય પર્વતનું નામ ‘એવરેસ્ટ’ કઈ રીતે પડયું?

નોલેજ ઝોન : હિમાલય પર્વતનું નામ ‘એવરેસ્ટ’ કઈ રીતે પડયું?

 | 7:25 am IST

હિમાલયની ટોચને એવરેસ્ટ કેમ કહેવાય છે એ જાણો છો? આજથી લગભગ ૧૯૦ વર્ષ પહેલાં લંડનના જાણીતા સાહસવીર, ગણિતશાસ્ત્રી અને નકશા-નિષ્ણાત સર જ્યોર્જ એવરેસ્ટને ભારતનાં વિશાળ જંગલો, જમીનો, નદી-નાળાં, ખીણ અને પહાડોના નકશા અને એની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ માપવાનું મુશ્કેલીભર્યું કામ સોંપવામાં આવ્યું. સતત કેટલાંય વર્ષોની મહેનત પછી એ વિશાળ પહાડની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવામાં આવી ત્યારે ખબર પડી કે એ પહાડની ટોચ તો દુનિયામાં સહુથી ઊંચામાં ઊંચી છે. ત્યારે એ પહાડની ટોચનું કોઈ જ નામનિશાન નહોતું. છતાંય આખું વર્ષ સતત બરફથી ઢંકાયેલા રહેવાના કારણે એને હિમ-આલય એટલે કે હિમાલય નામ આપી દેવામાં આવ્યું.

૧૮૪૩ની સાલમાં સર જ્યોર્જ એવરેસ્ટ ભારતથી ઇંગ્લેન્ડ પાછા ગયા ત્યારે રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટી ઓફ ઇંગ્લેન્ડના પ્રમુખ તરીકે તેમની વરણી થયા પછી અંગ્રેજ સરકારે એમનું સન્માન કર્યું હતું અને એમના નામ ‘એવરેસ્ટ’ પરથી હિમાલય પહાડની એ સહુથી ઊંચી ટોચનું નામ એવરેસ્ટ રાખી દીધું અને ત્યારથી દુનિયાના એ સહુથી ઊંચા પહાડની ટોચનું નામ એવરેસ્ટ પડી ગયું.