નોલેજ ઝોન : હાડકાં કઈ રીતે વધે છે? - Sandesh
  • Home
  • Featured
  • નોલેજ ઝોન : હાડકાં કઈ રીતે વધે છે?

નોલેજ ઝોન : હાડકાં કઈ રીતે વધે છે?

 | 1:01 pm IST

એક નહીં જન્મેલા બાળકમાં હાડકાં ઉપાસ્થિ(ર્કાિટલેજ)થી બનેલાં હોય છે. બાળકના જન્મની સાથે જ વધુ પડતાં ર્કાિટલેજ હાડકાંમાં બદલાઈ જાય છે. આ એક એવી કામગીરી છે, જેને ઓસિફિકેશન એટલે કે કઠોરીકરણ કહેવાય છે.

હાડકાં વિકાસ પામવાની એટલે કે હાડકાં વધવાની જગ્યા છેક સુધી હાડકાંના છેડા પાસે જ રહે છે. આ એ જગ્યા હોય છે જ્યાં હાડકાંની કોશિકાઓ બને છે.

વિકાસનું આ ક્ષેત્ર ત્યારે ગાયબ થઈ જાય છે જ્યારે કે શરીરનું આખું હાડપિંજર પૂરેપૂરું વિકસી જાય છે. છતાંય હાડકાં પોતાની આકૃતિ થોડાક અંશે બદલી શકે છે અને પોતે ખુદ એની સારવાર કરી શકે છે.