નોલેજ ઝોન : જાહેરખબરનાં સાઇન બોર્ડ કેવી રીતે ચમકે છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • નોલેજ ઝોન : જાહેરખબરનાં સાઇન બોર્ડ કેવી રીતે ચમકે છે?

નોલેજ ઝોન : જાહેરખબરનાં સાઇન બોર્ડ કેવી રીતે ચમકે છે?

 | 2:58 pm IST

રાતના સમયે બજારોમાં દેખાતાં અલગ અલગ રંગોનાં જાહેરખબરનાં સાઇન બોર્ડ ગેસની વિદ્યુત વિસર્જન ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી રોશનીને કારણે ચમકે છે. જાહેરખબરમાં જે અક્ષરો કે આકૃતિ બનાવવાના હોય એને કાચની પાતળી નળીઓને વાળીને બનાવવામાં આવે છે. નળીઓના છેડા પર ધાતુના ઇલેક્ટ્રોડ લગાડવામાં આવે છે. વેક્યુમ પંપથી નળીઓની અંદર હવા ખેંચીને કાઢી લેવામાં આવે છે. પછી એમાં નિઓન અથવા બીજો ગેસ ભરવામાં આવે છે. જ્યારે આ ગેસ પર હાઇ વોલ્ટેજ વિદ્યુતપ્રવાહ (કરંટ) છોડવામાં આવે છે ત્યારે ગેસની વિદ્યુત વિસર્જન ક્રિયા દ્વારા રંગીન રોશની નીકળવા લાગે છે. આ જ રોશનીથી વળાંક આપેલા અક્ષરો કે આકૃતિઓ ચમકવા લાગે છે. સાઇન બોર્ડના અક્ષરોના રંગ નળીઓમાં ભરવામાં આવતાં ગેસના રંગ પર આધાર રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન