નોલેઝ ઝોન : તાપમાન દ્વારા કાળી વસ્તુ કેવી રીતે છોડે છે રેડિયેશન - Sandesh
  • Home
  • Fun Corner
  • નોલેઝ ઝોન : તાપમાન દ્વારા કાળી વસ્તુ કેવી રીતે છોડે છે રેડિયેશન

નોલેઝ ઝોન : તાપમાન દ્વારા કાળી વસ્તુ કેવી રીતે છોડે છે રેડિયેશન

 | 6:37 pm IST

૧૯ ઓક્ટોબર, ૧૯૦૦ના દિવસે જર્મન વૈજ્ઞાનિક મેક્સ પ્લાંકે ‘પ્લાંક નિયમ’ સાબિત કર્યો હતો. આને બ્લેક બોડી એમિશનનો નિયમ પણ કહેવામાં આવે છે. નોબેલ વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી પ્લાંકે જણાવ્યું હતું કે જો કોઈ કાળી વસ્તુ સ્થિર તાપમાન પર રહે તો તે ઇલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન છોડવા લાગે છે. પ્લાંકના પ્રમાણે આ રેડિયેશન તાપમાન પર નિર્ભર કરે છે. કાળી વસ્તુના આકાર કે પદાર્થ પર નહીં. થિયોરેટિકલ ફિઝિસિસ્ટ માક્સ પ્લાંકને તેમની ક્વોન્ટમ થિયરી માટે ૧૯૧૮માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. મેક્સ પ્લાંકના નામે આજે જર્મનીમાં ઘણી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ્સ ચાલે છે. આ તમામ માક્સ પ્લાંક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ્સમાં અલગ અલગ વિષયો પર રિસર્ચ થતું હોય છે. આ ઇન્સ્ટિટયૂટ્સ ૧૯૧૧માં કાઇઝર વિલ્હેમ સોસાયટીના નામે શરૂ કરવામાં આવી હતી. ૧૯૪૮માં મેક્સ પ્લાંક સોસાયટી નામ આપવામાં આવ્યું. વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કળા અને માનવ વિજ્ઞાનના વિષય પર અહીં રિસર્ચ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન