નોલેજ ઝોન : નારિયેળના ઝાડને કલ્પતરુ કેમ કહેવામાં આવે છે? - Sandesh
  • Home
  • Featured
  • નોલેજ ઝોન : નારિયેળના ઝાડને કલ્પતરુ કેમ કહેવામાં આવે છે?

નોલેજ ઝોન : નારિયેળના ઝાડને કલ્પતરુ કેમ કહેવામાં આવે છે?

 | 12:44 pm IST

નારિયેળ એટલે કે શ્રીફળનું ઝાડ આશરે પચીસ મીટર ઊંચું વધી શકે છે.

દેવી-દેવતાઓને કાં તો નારિયેળ ચડાવાય છે કે તેમની પ્રતિમા આગળ નારિયેળ મૂકવામાં આવે છે, તો સૌભાગ્યવતી યુવતીને તેમજ બીજાઓને શુભેચ્છાના પ્રતીક તરીકે પણ નારિયેળ અપાય છે. નારિયેળના ઝાડને ‘કલ્પતરુ’ કહેવામાં આવે છે, કારણ કે તેનો દરેક ભાગ ઉપયોગી છે. નારિયેળ વધેરીને તેનું મીઠું કોપરું ખાવામાં આવે છે. નારિયેળમાંથી તેલ કાઢવામાં આવે છે, જે કોપરેલ તરીકે ઓળખાય છે. નારિયેળ તોડતાં અંદરથી જે પાણી નીકળે છે તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. બીમાર વ્યક્તિને પણ નાળિયેરનું પાણી ખાસ પીવડાવવામાં આવે છે. નારિયેળનો ઉપયોગ રસોડામાં અને મીઠાઈમાં પણ થાય છે. નારિયેળમાંથી સાબુ, મીણબત્તી, સુગંધી તેલો વગેરે બનાવવામાં આવે છે. આ ઉપરાંત આ ઝાડના તંતુઓમાંથી કાથીની દોરી, પગલુછણિયાં વગેરે બને છે. જ્યારે એનાં પાંદડાંમાંથી ચટાઈઓ બનાવવામાં આવે છે.