નોલેજ ઝોન : મશીન અને મોટર માટે હોર્સપાવર શબ્દ શા માટે વપરાય છે? - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નોલેજ ઝોન : મશીન અને મોટર માટે હોર્સપાવર શબ્દ શા માટે વપરાય છે?

નોલેજ ઝોન : મશીન અને મોટર માટે હોર્સપાવર શબ્દ શા માટે વપરાય છે?

 | 6:34 pm IST

વ્યવહારમાં અને વાતચીતમાં આપણે ઘણી વાર એવું સાંભળીએ છીએ કે ફલાણું મશીન આટલા હોર્સપાવરનું છે, ફલાણી મોટર આટલા હોર્સપાવરની છે. આપણને કોઈને ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરો કે આ હોર્સપાવર છે શું? જ્યારે જુદી જુદી વસ્તુઓને ચલાવવા માટે એન્જિનની શોધ થઈ ત્યારે એન્જિન બનાવનારે પોતાના એન્જિનની ખાસિયત બતાવતો અને કહેતો કે મારું એન્જિન બે હોર્સ પાવરનું છે એટલે કે બે ઘોડા જેટલું કામ કરે છે.

પહેલાં તો લોકોને આ વાત ગળે ઊતરી નહીં, કારણ કે બધા ઘોડાની શક્તિ એકસરખી ન હોય, કોઈમાં ઓછી હોય તો કોઈમાં વધારે હોય. જોકે, જેમ્સ વોટે એન્જિનની શક્તિ શોધી કાઢવા માટે એક નવી પદ્ધતિ શોધી એ પછી લોકોને હોર્સપાવર પર વિશ્વાસ બેઠો. જેમ્સ વોટે પહેલાં તો એ જોયું કે બે બળવાન ઘોડા કેટલા વજન સુધીની વસ્તુ ખેંચી શકે છે? આ પછી સંશોધનને અંતે એણે સાબિત કર્યું કે જે કામ એન્જિન એક સેકન્ડમાં કરી શકે છે એ જ કામ એક ઘોડો એટલા સમયમાં કરી શકે છે. આ જ માપદંડને હોર્સપાવર ગણવામાં આવ્યો. આજે આપણે એમ કહીએ છીએ કે ફલાણું એન્જિન 150 હોર્સપાવરનું છે. એનો મતલબ એ થાય છે કે આ એન્જિન જેમ્સ વોટે માપેલી ઘોડાની તાકાત કરતાં 150 ગણી વધારે તાકાત પેદા કરી શકે છે.