નોલેજ ઝોન : સાપ તેની જીભ વારંવાર મોંઢામાંથી બહાર કેમ કાઢે છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • નોલેજ ઝોન : સાપ તેની જીભ વારંવાર મોંઢામાંથી બહાર કેમ કાઢે છે?

નોલેજ ઝોન : સાપ તેની જીભ વારંવાર મોંઢામાંથી બહાર કેમ કાઢે છે?

 | 7:36 pm IST

સાપ અવારનવાર તેની જીભ પોતાના મુખમાંથી બહાર કાઢે છે એ પાછળ ખાસ કારણ હોય છે. સાપ પોતાના શિકારની ગંધ નાક એટલે કે ક્ષત ઘ્રાણશક્તિ વડે ઝડપથી પારખી શકતા નથી, એટલે કુદરતે તેની આ ખોટ બીજી રીતે ભરપાઈ કરી આપી છે. ગંધ લેવા માટે મોંની ઉપરના ભાગે તેને એક અંગ આપવામાં આવ્યું છે. આ અંગ ‘જોકોબસન્સ ઓર્ગન’ તરીકે ઓળખાય છે. સાપ પોતાની જીભને અવારનવાર બહાર લાવી બહારની ગંધને લઈ લે છે અને જોકોબસન્સ ઓર્ગનને પહોંચાડે છે. જીભને બે ભાગ હોય છે. બંને ભાગ શિકારની માહિતી જેકોબસનના અંગને પહોંચાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન