ચમત્કારી છે આ મંદિર જ્યાં દર્શન કરનાર રોડપતિ પણ બની જાય છે કરોડપતિ - Sandesh
NIFTY 10,856.70 +13.85  |  SENSEX 35,739.16 +46.64  |  USD 67.6425 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ચમત્કારી છે આ મંદિર જ્યાં દર્શન કરનાર રોડપતિ પણ બની જાય છે કરોડપતિ

ચમત્કારી છે આ મંદિર જ્યાં દર્શન કરનાર રોડપતિ પણ બની જાય છે કરોડપતિ

 | 10:42 am IST

લક્ષ્મી પૂજામાં અને તંત્ર શાસ્ત્રના કેટલાક ટોટકામાં પણ કોડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું કારણ છે કે કોડી સમુદ્રમંથનમાંથી લક્ષ્મી સાથે કોડી પણ પ્રગટ થઈ હતી. માતા લક્ષ્મીની પૂજામાં રાખેલી કોડી તિજોરીમાં રાખવાથી ધન ક્યારેય ખાલી થતું નથી. આ વાત તો થઈ પૂજામાં કોડીના થતા ઉપયોગની પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં કોડી ચડાવવાથી વ્યક્તિ કરોડપતિ બની શકે છે? જી હાં વારાણસીમાં આવેલું છે આ ચમત્કારી મંદિર, કૌડિયાદેવી નામથી પ્રસિદ્ધ આ સ્થળ પૌરાણિક છે. આ મંદિરના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. અહીં આવનાર ભક્તો મંદિરમાં કોડી ધરાવે છે અને પોતાના જીવનની દરિદ્રતાને દૂર કરવાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

આ મંદિરના દર્શન કરવા આવનાર વ્યક્તિની ધન સંબંધિત કોઈપણ સમસ્યા હોય તે દૂર થઈ જાય છે. ધંધામાં મોટું નુકસાન થયું હોય કે હાથમાં આવતાં રૂપિયા ટકતાં ન હોય બસ આ મંદિરમાં નકમસ્તક થવા માત્રથી ધનપ્રાપ્તિના આશીર્વાદ મળી જાય છે તેવી ભક્તોની માન્યતા છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને કોડી ચડાવવા માટે આવે છે.

વારાણસી જઈ આ મંદિરના દર્શન કરવા જો શક્ય ન હોય તો ઘરે પણ કોડીનો આ ઉપાય કરી માતા કૌડિયાને પ્રસન્ન કરી શકાય છે. તેના માટે શુક્રવારે અથવા કોઈપણ દિવસે સવારે સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવી. પૂજા કરતાં પહેલાં 2 પીળી કોડીને તેમના ચરણોમાં રાખી દેવી. માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવવો. પૂજા પછી આરતી કરવી અને પૂજામાં રાખેલી કોડીને બે અલગ અલગ લાલ કપડામાં બાંધવી, એક કોડીને તિજોરી અથવા ગલ્લામાં રાખી દેવી અને બીજી કોડી પર્સમાં રાખવી. આ ઉપાય કર્યા પછી અનુભવ કરશો કે ક્યારેય તમારું પર્સ અને તિજોરી ખાલી નહીં રહે.