kodinar in bjp-president-amit-shah-at-saurashtra-gujarat
  • Home
  • Election 2019
  • કોડીનારમાં શાહ ગર્જયા, કહ્યું- ‘સરદાર પટેલ ના હોત તો સોમનાથ ભારતનો ભાગ ના હોત’

કોડીનારમાં શાહ ગર્જયા, કહ્યું- ‘સરદાર પટેલ ના હોત તો સોમનાથ ભારતનો ભાગ ના હોત’

 | 1:48 pm IST

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ મતદારોનો વિશ્વાસ જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. એવામાં ભાજપ અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહે ગીર સોમનાથમાં પ્રચાર અર્થે પહોંચ્યા છે. આજે અમિત શાહ સવારે 9 વાગ્યે અંબુજા કંપનીના હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું અને ત્યાંથી ભાજપના કાર્યકરો સાથે બાઈક રેલી યોજી કોડીનાર પાણી દરવાજા પહોંચ્યા હતા.

અહીં તેઓએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતુ. બાદમાં નાનો રોડ શો યોજ્યો હતો. અહીં ત્યારબાદ કોડિનારમાં શાહે જાહેરસભાને સંબોધન કર્યું હતું. કોડિનારમાં અમિત શાહની સભામાં તેમને જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો સોમનાથ ભારતનો હિસ્સો જ ન હોત. વિશ્વભરનાં લોકો સરદાર પટેલને શ્રઘ્ધાંજલિ આપવા માટે કેવડિયા આવે છે.

ઉમેદવાર રાજેશ ચુડાસમા સહિત દિનુ બોઘા સોલંકી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. શાહે પોતાના ભાષણમાં સરદાર પટેલની વાત કરી હતી, તેમને કહ્યું કે, સરદાર પટેલ ના હોત તો સોમનાથ મંદિર ના હોત. હૈદરાબાદ અને જૂનાગઢ સરદાર પટેલે સંભાળ્યું હતું, નહીં તો આજે ગુજરાતથી અલગ હોત. તેમને કોંગ્રેસના જવાહરલાલ નહેરુ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેમને જમ્મુ કાશ્મીર સંભાળ્યું હતું.

આજે કોંગ્રેસ ગમે તે જગ્યાએ જાય ત્યાં એક જ વાત સાંભળવા મળે મોદી-મોદી, દેશની જનતા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા તૈયાર છે. કોંગ્રેસના સમયે દરિયાકાંઠાની અવગણના થતી હતી. તમને અહીં જનતાને અપીલ કરી હતી કે, નરેન્દ્રભાઈને જીતાડવા ગુજરાતની જનતાએ વોટિંગ કરવાનું છે.

કોંગ્રેસ પાસે પ્રધાનમંત્રીનું નામ જ નથી. 4 પેઢી બાદ રાહુલ બાબા ગરીબ કલ્યાણની વાત કરી રહ્યા છે. સૌની યોજના લાવ્યા ત્યારે કોંગ્રેસના લોકો હસતા હતા. તેમને સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 50 કરોડ ગરીબ પરિવારો બિમારીની દવા કરવી શકતા નહતા. રૂ.5 લાખ સુધીનો તમામ ખર્ચ મોદી સરકાર ઉઠાવે છે. સવર્ણ વર્ગના લોકોને 10% આરક્ષણ આપ્યું છે.

તમને અહીં એરસ્ટ્રાઇકની વાત કરતા જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ તેરમાં દિવસે પાક. જઈ આતંકવાદીઓને માર્યા હતા. રાહુલ ગાંધીને પાકિસ્તાન સાથે ઈલુ ઈલુ કરવુ હોય તો કરો પરંતુ જનતાને મુર્ખ ના બનાવે. ઓમર અબ્દુલ્લા કહે છે કાશ્મીરમાં 2 PM બનવા જોઈએ. રાહુલ બાબાને વોટબેંકની ચિંતા છે, માટે ગમે તેવા નિવેદનો કરી રહ્યા છે.

BJPના કાર્યકરમાં જીવ છે ત્યાં સુધી કાશ્મીર કોઈને નહીં અપાય. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અત્યારથી જ EVMના બહાના ચાલુ કર્યા છે. જયાપ્રદા પર આઝમખાનની ટિપ્પણી માતૃ શક્તિનું અપમાન છે. માયાવતી અને રાહુલને પુછું છું તમે આનાથી સહમત છો. દેશની મહિલાઓ અને માતૃ શક્તિનું અપમાન છે.

જુઓ વીડિયો: કોડીનારમાં BJPમાં અનેરો ઉત્સાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન