'Kohli can play IPL for this team except RCB'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • RCBનો સાથ છોડીને આ ટીમ માટે IPL રમી શકે છે વિરાટ કોહલી!

RCBનો સાથ છોડીને આ ટીમ માટે IPL રમી શકે છે વિરાટ કોહલી!

 | 4:13 pm IST
  • Share

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ IPL માં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે 200 મેચ રમી છે. કોહલીએ તાજેતરમાં આ IPL સીઝન બાદ RCBની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. હવે કોહલી વિશે ઘણી અટકળો ચાલી રહી છે કે તે આગામી સીઝનમાં RCB છોડીને નવી ટીમ માટે IPL રમી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી IPL રમનાર દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ડેલ સ્ટેને કહ્યું છે કે જો કોહલી RCB છોડે તો ટીમ તેમનું સ્વાગત કરી શકે છે. તે ટીમ અન્ય કોઈ નહીં પણ દિલ્હી કેપિટલ્સ છે.

ડેલ સ્ટેને કહ્યું, ‘અમે જોયું છે કે ડેવિડ બેકહામે માન્ચેસ્ટર છોડ્યું હતું. આ બધા મોટા ખેલાડીઓ પોતાની ટીમ માટે લાંબા સમય સુધી રમ્યા અને પછી છોડીને ગયા. વિરાટ કોહલી દિલ્હીનો છે અને આપણે બધા જાણીએ છીએ કે દિલ્હી કેપિટલ કહી શકે છે કે ‘અમારી સાથે આવી જાઓ’.

જણાવી દઈએ કે વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે 6000 થી વધુ રન બનાવ્યા છે અને 2013 થી આજ સુધી તેના કેપ્ટન પણ રહ્યા છે. સોમવારે KKR સામે રમાયેલી IPL મેચમાં RCB ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે 19 ઓવરમાં 92 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે પછી KKR ની ટીમે તેના બે યુવા બેટ્સમેન શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની શાનદાર બેટિંગને કારણે 10 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો