Kohli has been found guilty of breaching the ICC Code of Conduct
  • Home
  • Sports
  • Cricket
  • અમ્પાયર સાથે બાખડવું વિરાટ કોહલીને પડ્યું મોંઘુ, ICCએ ફટકારી આ સજા

અમ્પાયર સાથે બાખડવું વિરાટ કોહલીને પડ્યું મોંઘુ, ICCએ ફટકારી આ સજા

 | 4:52 pm IST

આઈસીસીએ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની મેચમાં જરૂરિયાતથી વધારે અપીલ કરવાને લઇને મેચ ફીસનાં 25 ટકા દંડ ફટકાર્યો છે. અમ્પાયર સાથે ખરાબ વર્તન કરવાને લઇને આઈસીસીએ વિરાટ સામે આ પગલુ ઉઠાવ્યું છે. શનિવારનાં વિશ્વ કપનાં એક મુકાબલામાં 224 રનનાં લક્ષ્યાંકનો બચાવ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ મેદાન પર થોડોક આક્રમક જોવા મળ્યો. અફઘાનિસ્તાનનાં બેટ્સમેનોએ મહત્વની ભાગેદારી કરીને જીતની આશા બનાવી રાખી. આ દરમિયાન વિરાટ કોહલી અને અમ્પાયર વચ્ચે થોડી ઉગ્ર ચર્ચા થઈ.

 કોહલીએ પોતાની ભૂલ માની લીધી છે અને દંડ પણ સ્વીકાર કર્યો

આઈસીસીએ રવિવારનાં એક નિવેદન જાહેર કરીને આની પુષ્ટિ કરી. આઈસીસીનું કહેવું છે કે કોહલીને આચાર સંહિતાનાં ઉલ્લંઘનનો લેવલ-1 નો દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈસીસીનાં જણાવ્યા પ્રમાણે કોહલીએ અફઘાનિસ્તાનની ઇનિંગની 29મી ઑવરમાં અમ્પાયર અલીમ ડાર પાસે જઇને આક્રમક અને ખોટી રીતે એલબીડબ્લ્યૂની અપીલ કરી હતી. કોહલીએ પોતાની ભૂલ માની લીધી છે અને દંડ પણ સ્વીકાર કર્યો છે, આ કારણે આગળની સુનાવણીની જરૂર નથી પડી. આ ઉપરાંત આઈસીસીએ આ ઘટનાને લઇને કોહલીનાં ખાતામાં એક ડીમેરિટ અંક જોડી દીધો છે. સપ્ટેમ્બર 2016 રિવાઇઝ્ડ કૉડ લાગુ થયા બાદથી કોહલીની આ બીજી ભૂલ છે.

વિરાટ કોહલીએ ડીઆરએસ લીધો

કોહલીનાં ખાતામાં હવે બે ડીમેરિટ અંક છે. એક અંક તેને જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન મળ્યો હતો. અમ્પાયર સાથીની કોહલીની વિવાદની સોશિયલ મીડિયા પર પણ મજાક ઉડી હતી. આ ઉપરાંત અફઘાનિસ્તાનની ત્રીજી ઑવરમાં મોહમ્મદ શમીનાં બૉલ પર હજરતુલ્લાહ ઝઝઈની સામે એલબીડબ્લ્યૂની જોરદાર અપી કરી હતી, પરંતુ અમ્પાયર અલીમ ડારે આંગળી ઉઠાવી નહીં અને અપીલ ઠુકરાવી દીધી. ઘણું વિચાર્યા બાદ વિરાટ કોહલીએ ડીઆરએસ લીધો.

 અમ્પાયરનાં નિર્ણયને જોઇને વિરાટ કોહલીએ પિત્તો ગુમાવ્યો

રીવ્યૂમાં સામે આવ્યું કે બૉલ બેટ પર લાગ્યા વગર પૈડ્સ પર લાગી હતી. ત્યારબાદ જ્યારે બૉલ ક્યાં પિચ થયો તે જોવામાં આવ્યું તો જોવા મળ્યું કે બૉલ સ્ટમ્પ્સની લાઇનને અડી રહ્યો હતો અને થોડોક બહાર હતો. આ કારણે ત્રીજા અમ્પાયરે ઝઝઈને નૉટઆઉટ આપ્યો. આ સાથે ભારતે પોતાનો રીવ્યૂ પણ ગુમાવી દીધો હતો. અમ્પાયરનાં આ નિર્ણયને જોઇને વિરાટ કોહલીએ પિત્તો ગુમાવ્યો. તે અમ્પાયરનાં તર્કો સાથે સહમત જોવા મળ્યો નહીં. સાથે જ બૉલ થોડોક બહાર રહી ગયો હોય તેનો ઇશારો કરતો જોવા મળ્યો. જો કે તેની અવાજ રેકૉર્ડ થઈ નહોતી, પરંતુ ગુસ્સામાં કંઇક બડબડતો જોવા મળ્યો. આ ઉપરાંત બુમરાહની ઑવરમાં પણ કોહલી અમ્પાયર સાથે બાઝ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન