Kohli Revealed Secret About Why He Wears White Shoes While Playing
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કેમ ફક્ત સફેદ કલરના બૂટ પહેરીને જ રમવા ઉતરે છે વિરાટ? જણાવ્યું રહસ્ય

કેમ ફક્ત સફેદ કલરના બૂટ પહેરીને જ રમવા ઉતરે છે વિરાટ? જણાવ્યું રહસ્ય

 | 5:41 pm IST
  • Share

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ અંધવિશ્વાસમાં માને છે. કોહલીએ ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ (Football Club) માન્ચેસ્ટર સિટીના કોચ પેપ ગુઆર્ડિયોલા (Pep Guardiola) સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ (Instagram Live) પર વાત કરતા કહ્યું કે, “મને સફેદ જૂતામાં રમવું પસંદ છે. આ મારા માટે અંધવિશ્વાસ જેવું છે.” 2008માં આંતરરાષ્ટ્રીય સ્તર પર પદાર્પણ કરનારા કોહલીએ કહ્યું કે, “જ્યારે હું બેટિંગ કરું છું તો આ મારું ઝોન હોય છે. આ એ સમય હોય છે જ્યારે મારી ઘણી નજીક હોઉં છું.”

દર્શકો વગરની મેચ ફ્રેન્ડલી મેચ જેવી લાગે છે

કોહલીએ ગુઆર્ડિયોલાને તેમના રમતના દિવસોમાં જૂતા બદલવા વિશે પુછ્યું. આના પર તેમણે કહ્યું કે, “જ્યારે હું રમતો હતો ત્યારે જૂતા કાળા રંગના હતા. હવે કાળા જૂતા શોધવા મુશ્કેલ છે. એક દિવસ જ્યારે મે લાલ રંગના જૂતા પહેર્યા હતા ત્યારે સર્વશ્રેષ્ઠ મેનેજર જૉન ક્રાયફે જોયું અને મને જૂતાને બદલવા અને કાળા રંગના જૂતા પહેરવા કહ્યું.” ગુઆર્ડિઓલાએ જણાવ્યું કે, કોવિડ-19ના કારણે દર્શકો વગર રમાઈ રહેલી મેચ ફ્રેન્ડલી મેચ જેવી છે.

મેચો રમાવી જોઇએ, કશું રોકાઈ જવું ના જોઇએ

તેમણે કહ્યું કે, “લોકો વગર આ પહેલા જેવું નથી. આ ફ્રેન્ડલી મેચ જેવું છે. આપણે મેચ રમવી જોઇએ. ચીજો રોકાવી ના જોઇએ. આપણે ઇચ્છીએ છીએ કે જ્યારે બધુ સુરક્ષિત થઈ જાય તો પ્રશંસકો સ્ટેડિયમમાં પાછા ફરે.” તેમણે કહ્યું કે, “દર્શકો વગર આ ઘણું અલગ લાગે છે. આપણને પ્રશંસકોની કમી લાગે છે. દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમવું અજીબ છે.”

આ વિડીયો પણ જુઓ: ગોંડલ યાર્ડમાં મગફળીની મબલક આવક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન