NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીએ દોડાવી 280kmphની સ્પીડથી ઓડી, તો પણ ના તોડી શક્યો રેકોર્ડ

કોહલીએ દોડાવી 280kmphની સ્પીડથી ઓડી, તો પણ ના તોડી શક્યો રેકોર્ડ

 | 6:41 pm IST

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ખતરનાક બેટિંગ માટે ફેમસ છે. પરંતુ તમને ખબર નહી હોય કે, તેઓ ખતરનાક ડ્રાઈવ કરવામાં પણ એટલો જ એક્સપર્ટ છે. કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ગ્રેટર નોએડાના બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટની રેસિંગ ટ્રેક પર પહોંચ્યા જ્યાં તેમને ઓડી R8 સ્પોર્ટ્સ કારને 280 કિમી/ કલાકની સ્પીડથી દોડાવી હતી.

રેકોર્ડ તોડવાથી ચૂક્યો
કોહલીની આટલી ફાસ્ટ ડ્રાઈવિંગ જોઈને બધા સન્ન રહી ગયા હતા પરંતુ તેઓ નારાજ થયા હતા કેમ કે, તેઓ પોતાનો જ એક રેકોર્ડ તોડવાથી ચૂકી ગયા હતા. કોહલીએ કહ્યું કે, “મે આ પહેલા પણ એકવાર 290 કિમીના પ્રતિકલાકની સ્પીડ સાથે કાર દોડાવી હતી, પરંતુ હું ગભરાઈ ગયો હતો. હું ગાડીને અંતિમ સમયે તે રીતે ગાડીન કંટ્રોલ નથી કરી શકતો જેવી રીતે પ્રોફેશનલ ડ્રાઈવર્સ કરે છે.”

સુરક્ષિત ડ્રાઈવિંગ કરવાની સલાહ
કોહલીએ રેસિંગ ટ્રેકમાં ગાડી દોડાવ્યા બાદ લોકોને સુરક્ષિત ડ્રાઈવિંગ કરવાની સલાહ આપી હતી. તેમને આ સલાહ દેશના રસ્તાઓ પર પડેલા ખાડાઓને જોઈને આપી હતી, રસ્તાઓની ખરાબ હાલત જોઈને કોહલી નારાજ થયા હતા. જણાવી દઈએ કે, ટી-20 લીગ 2017માં કોહલીની ટીમ બેંગ્લોર પોઈન્ટ લિસ્ટમાં સૌથી નીચેના સ્થાન પર રહી હતી. તેમની ટીમ 14 મેચોમાંથી 3 મેચ જ જીતી શકી હતી. કોહલી આ સિરીઝને ભૂલવાની કોશિશ કરી રહ્યાં છે.