Team india captain kohli share pic with wife anushka
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીએ પત્ની અનુષ્કા સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું ખાસ કેપ્શન !!!

કોહલીએ પત્ની અનુષ્કા સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું ખાસ કેપ્શન !!!

 | 3:32 pm IST

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જ્યારે પણ પોતાની રોમેન્ટિક તસ્વીર શેર કરે છે ત્યારે તેઓ ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. કોહલીએ અનુષ્કા શર્માની સાથે રોમાન્ટિક ફોટો શેર કર્યો છે. આ તસ્વીરમાં કોહલીએ લખ્યું છે કે, Day out with my beauty!

મેચના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ વિરાટ પોતાની પત્ની સાથે સમય પસાર કરવાનું ભુલતો નથી. બીજી બાજુ અનુષ્કાનું પણ એવું જ છે તે પણ પોતાના શિડ્યુલમાંથી વિરાટ માટે સમય કાઢી જ લે છે. થોડા દિવસો પહેલા જ અનુષ્કા મેચમાં વિરાટ કોહલીને ચીયર કરવા પહોંચી ગઇ હતી.

હાલમાં જ અનુષ્કા શર્માની આગામી ફિલ્મ સુઇ-ઘાગા અને ઝીરો ની શૂટિંગ પુરી થઇ ગઇ છે. જે પછી વિરાટ અને અનુષ્કા ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસે છે, જ્યાં ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝ પર જીત મેળવી છે. જેના મેચમાં બંને એકબીજાની સાથે સારો સમય પસાર કરતાં જોવા મળ્યા હતા. આ પછી હવે આગામી વન-ડે સીરિઝ પર તમામની નજર રહેલી છે.