Kohli Thinks That Some Change Should Be Made Inf Format Of CWC
  • Home
  • Sports
  • Cricket
  • હારથી નિરાશ કોહલીએ વર્લ્ડ કપનાં ફૉર્મેટમાં બદલાવ કરવાનું કહ્યું, આપ્યું IPLનું ઉદાહરણ

હારથી નિરાશ કોહલીએ વર્લ્ડ કપનાં ફૉર્મેટમાં બદલાવ કરવાનું કહ્યું, આપ્યું IPLનું ઉદાહરણ

 | 5:57 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને પૉઇન્ટ ટેબલમાં નંબર-1 પર પહોંચેલી ટીમ ઇન્ડિયા સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. હાર બાદ ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ભવિષ્યમાં વર્લ્ડ કપમાં નૉક આઉટ તબક્કામાં બદલાવ કરવાની સલાહ આપી છે. કોહલીએ આને બદલીને આઈપીએલ જેવી શૈલીનું પ્લેઑફ બનાવવાનો વિચાર રજૂ કર્યો છે.

વર્લ્ડ કપમાં આઈપીએલનાં પ્લેઑફનાં જેવો વિકલ્પ હોવો જોઇએ? 

લીગ તબક્કામાં ટૉપ પર રહ્યા બાદ પણ સેમિ-ફાઇનલમાં બહાર થયા બાદ કોહલીએ પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતુ કે ટીમે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો. શું ભવિષ્યમાં આઈપીએલનાં પ્લેઑફનાં જેવો વિકલ્પ હોવો જોઇએ? જવાબમાં કોહલીએ કહ્યું કે, “કોણ જાણે છે કે ભવિષ્યમાં કદાચ આવુ થાય. જો પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર રહેવાનું મહત્વ રખાય છે તો મને લાગે છે કે ટૂર્નામેન્ટનાં સ્તરને જોતા આ ચીજો પર વિચાર કરી શકાય છે.”

નૉક આઉટ મેચોની પોતાની અલગ મજા હોય છે

કોહલીએ કહ્યું કે, “આ ખરેખર યોગ્ય વાત છે. તમે નથી જાણતા કે આ ક્યારે લાગુ થશે, પરંતુ મને લાગે છે કે આ એક પડકાર છે અને આ મેચોની પોતાની એક અલગ મજા છે, કેમકે આમાં તમારી એ દિવસની રમત જ મહત્વ રાખે છે. તમે આ પહેલા કેવું રમ્યા એ જોવામાં નથી આવતુ. નવો દિવસ હોય છે, નવી શરૂઆત અને જો તમે સારું નથી કરતા તો તમે ઘરે જાઓ છો.” કોહલીએ કહ્યું કે, “આ કારણે તમારે સ્વીકારવાનું હોય છે. દરેક ટીમ પાસે અલગ પ્રકારનો પડકાર હોય છે અને તેમણે પોતાની રમતમાં ટૉપ પર હોવું જોઇએ અને જે પણ આવું કરે છે તેના પક્ષમાં નિર્ણય જાય છે, જેવું કે તમે જોયું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન