કોલકાતાનો દિલ્હી સામે ૭૧ રને વિજય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • કોલકાતાનો દિલ્હી સામે ૭૧ રને વિજય

કોલકાતાનો દિલ્હી સામે ૭૧ રને વિજય

 | 1:18 am IST

કોલકાતા,  તા. ૧૬

કોલકાતા નાઇટ રાઇડર્સે નીતીશ રાણા અને રસેલની વિસ્ફોટક બેટિંગ બાદ સુનીલ નારાયણ અને કુલદીપ યાદવની વેધક બોલિંગના સહારે દિલ્હી ડેરડેવિલ્સને ૭૧ રને પરાજય આપ્યો હતો. કોલકાતા નાઇટરાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૦૦ રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ ૧૪.૨ ઓવરમાં ૧૨૯ રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

૨૦૧ રનના લક્ષ્યાંક સામે દિલ્હીએ ૨૪ રના સ્કોરે ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પંત અને મેક્સવેલે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પંત ૪૩ રન બનાવી આઉટ થયા બાદ તેવટિયા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. મેક્સેવેલે હાથ ખોલવાનો પ્રયાસ કરતાં ૪૭ રન બનાવ્યા હતા પરંતુ કુલદીપે તેને આઉટ કરી કોલકાતાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. તે પછી નારાયણે મોરિસ, શંકર અને શમીને આઉટ કર્યો હતો જ્યારે કુલદીપે બોલ્ટને આઉટ કરી કોલકાતાને વિજય અપાવ્યો હતો.