NIFTY 10,169.55 +84.15  |  SENSEX 32,490.29 +217.68  |  USD 64.0600 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે હિસાબ ચૂકતે કરવા માગે છે ગુજરાત લાયન્સ

કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે હિસાબ ચૂકતે કરવા માગે છે ગુજરાત લાયન્સ

 | 1:54 am IST

કોલકાતા, તા. ૨૦

આઈપીએલની દસમી સિઝનમાં આગામી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાવાની છે. આ સિઝનમાં ચાર મેચ જીતીને સફળ ટીમ તરીકે ઊભરેલી કોલકાતાની સામે ગુજરાત લાયન્સ હજી સામાન્ય ટીમ ગણાઈ રહી છે. તેને હજી સુધી આ સિઝનમાં માત્ર એક જ સફળતા મળી છે. કોલકાતાનાં હોમગ્રાઉન્ડ ખાતે રમાનારી આ મેચમાં કોલકાતા પૂરતો લાભ લેવા માટે સજ્જ છે તો બીજી તરફ ગુજરાત લાયન્સ પોતાના પરાજયનો બદલો લેવા અને હિસાબ ચૂકતો કરવાના મૂડમાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત લાયન્સને આ સિઝનની પહેલી જ મેચમાં કોલકાતાના હાથે દસ વિકેટે પરાજયનો સામનો કરવો પડયો હતો. ગુજરાત આ જ પરાજયનો બદલો લેવા માટે સજ્જ છે. ગુજરાત સામેની તે મેચમાં ૧૮૩ રનનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. કોલકાતા તરફથી કેપ્ટન ગૌતમ ગંભીર અને ક્રિસ લિન દ્વારા વિસ્ફોટક બેટિંગ કરીને દસ વિકેટે આ મેચ જીતી લેવામાં આવી હતી.

કોલકાતા મેચવીનર ટીમ છે 

ગુજરાતને તાજેતરનો મુકાબલો એવી ટીમ સામે છે જે મેચવિનર કહેવાય છે. તે કોઈપણ સ્થિતિમાં મેચ જીતવા મક્કમ છે. કોલકાતાની બેટિંગ અને બોલિંગ બંને સારાં છે. ગંભીરથી માંડીને પાંચમા ક્રમના ખેલાડી સુધી તેની બેટિંગ લાઈનઅપ સારી છે. ક્રિસ લિન ઈજાગ્રસ્ત થયો ત્યારે એમ લાગતું હતું કે, ટીમને સમસ્યા થશે પણ તેવું જણાતું નથી. હાલમાં લિનની અછત જણાતી નથી. ગત મેચમાં ડેરડેવિલ્સ સામે મનીષ પાંડે અને યુસુફ પઠાણે ત્રણ વિકેટ પડી ગયા પછી મેચ જિતાડી હતી. અંતિમ ઓવરમાં મેચ જિતાડીને તેમણે પોતાની ક્ષમતા સ્વીકારી હતી. ગંભીર, પઠાણ, મનીષ, ઉથપ્પા અને સૂર્યકુમાર યાદવ જેવી મજબૂત બેટિંગ લાઈનઅપ છે. બોલિંગમાં કુલદીપ યાદવ, સુનીલ નરૈન અને પીયૂષ ચાવલા ગમે તે સમયે મેચ બદલવામાં સક્ષમ છે. તે ઉપરાંત ઉમેશ યાદવ, બોલ્ટ, નાથન નાઈલ પણ સારી લાઈનલેન્થમાં છે.

બોલિંગ ગુજરાતની સૌથી મોટી મુશ્કેલી 

બેટિંગની સાથે સાથે બોલિંગ પણ ગુજરાત માટે મુશ્કેલી છે. બેટ્સમેન સારા છે પણ ફોર્મ મેળવી શકતા નથી. બીજી તરફ બોલર્સ પણ આવી જ સ્થિતિમાં છે. તાજેતરમાં રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ તેનું ઉદાહરણ છે. ક્રિસ ગેલ અને વિરાટ કોહલીએ ગુજરાતના બોલર્સની જબરજસ્ત ધોલાઈ કરી હતી. રવીન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ અને ખેલાડીઓને આશા જાગી હતી પણ તે નઠારી નીવડી. એન્ડ્રુ ટાઈએ એક વખત હેટ્રિક લીધી પણ તે પોતાનું સાતત્ય જાળવવામાં નિષ્ફળ ગયો.   આઈપીએલનાં વર્તમાન સત્રમાં ગુજરાતનું પ્રદર્શન અત્યંત નબળું છે. તેની પાસે મેક્કુલમ, સુરેશ રૈના, ડ્વેન સ્મિથ, એરોન ફિન્ચ, દિનેશ ર્કાિતક જેવા ટી-૨૦ના સક્ષમ ખેલાડીઓ છે. આવા સક્ષમ ખેલાડી હોવા છતાં ગુજરાતની ટીમ આ સિઝનમાં માત્ર એક જ મેચ જીતી શકી છે.